December 22, 2024

વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવા સહિત 4 લોકોની ધરપકડ, છ મહિના જૂના કેસમાં કાર્યવાહી

Share to


6 મહિના પેહલા ડેપ્યુટી સરપંચને મહિલાઓ રજુઆત કરવા જતાં મામલો બીચકાતા સામ સામે ફરિયાદ નોંધાઇ હતી
વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સહિત 4 ભાજપના કાર્યકરોની 6 મહિના જૂની મારામારીની ઘટનામાં પોલીસે ધરપકડ કરી છે.

વાલિયા ખાતે 6 મહિના પેહલા ડેપ્યુટી સરપંચને મહિલાઓ રજુઆત કરવા ગઈ હતી જે સમયે તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ હાજર હતા.કોઈ મુદ્દે મામલો બીચકતા મારા મારીના કથિત દ્રશ્યો સર્જાયા હતા. જેમાં બન્ને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

મારમારીની 6 મહિના જૂની આ ઘટનામાં વાલિયા પોલીસે તાલુકા પંચાયત પ્રમુખ સેવતું વસાવા, જયદીપસિંહ ઉર્ફે લાલુભાઈ ગૌમાનભાઈ ગોહિલ, જીગરકુમાર ઉર્ફે જયેશ સોમાભાઈ વસાવા અને કમલેશભાઈ દયારામભાઈ વસાવાની ધરપકડ કરતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.


Share to

You may have missed