December 22, 2024

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સોનુ વેચવાના બહાને પોણા ત્રણ કરોડની છેતરપિંડીના ગુન્હામા નાસતા ફરતા મુંબઈના 2 આરોપીને મેંદરડાના ફાર્મ હાઉસમાંથી પકડી પાડી રાઉન્ડ અપ કરીને મુંબઈ પોલીસને કબજો સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Share to


💫 _*જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ છે અને તમામ પોલીસ અધિકારીઓ ભૂતકાળના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓની તપાસ હાથ ધરી, પકડી પાડવા માટે સુચનાઓ કરવામાં આવેલ છે…._

💫 _જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાખેલ ખાસ ઝુબેશના ભાગરૂપે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, પો.કો. મુકેશભાઈ, કરણસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા મહારાષ્ટ્ર પોલીસની મદદમાં રહી, મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના આશરે પોણા ત્રણ કરોડના છેતરપિંડીના ગુન્હામા સંડોવાયેલ *આરોપીઓ (1) વિરલ વિજયભાઈ ડોડીયા ઉવ. 44 રહે. શક્તિધાર, શક્તિ સોસાયટી, શેરી ન. 11, સંત કબીર રોડ, રાજકોટ તથા (2) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા ઉવ. 34 રહે. તિરૂપતિ પાર્ક, શેરી નનં. 01, મોરબી રોડ, રાજકોટ* ને મેંદરડા નજીક આવેલ મઘુવંતી ડેમ નજીક વિરલ ડોડીયાના ફાર્મ હાઉસ ખાતેથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર પોલીસને સોંપવામાં આવેલ છે….._

💫 _જૂનાગઢ પોલોસના હાથે પકડાયેલ આરોપીઓ (1) વિરલ વિજયભાઈ ડોડીયા ઉવ. 44 રહે. શક્તિધાર, શક્તિ સોસાયટી, શેરી ન. 11, સંત કબીર રોડ, રાજકોટ તથા (2) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા ઉવ. 34 રહે. તિરૂપતિ પાર્ક, શેરી નનં. 01, મોરબી રોડ, રાજકોટ દ્વારા મુંબઈ ખાતે રહેતા ફરિયાદી દિપક નંદલાલ સિદ્ધપુરાને સસ્તામાં સોનુ અપાવવાની લાલચ આપી, સોનાની ખરીદી પેટે રૂ. 2,67,65,714/- રોકડા રૂપિયા લઈ, સોનુ કે રૂપિયા પરત નહીં આપી, રૂ. 2,67,65,714/- ની છેતરપિંડી કરવામાં આવતા, ફરિયાદી દ્વારા તા. 22.05.2021 ના રોજ મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવેલ હતી. મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને માહિતી મળેલ કે, આરોપી જૂનાગઢ જિલ્લાના મેંદરડા નજીક આવેલ આરોપીના ફાર્મ હાઉસમાં છે. જેથી મુંબઈ પોલીસની એક ટીમ મેંદરડા આવી, મેંદરડા પોલીસની મદદ માંગતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી તથા સ્ટાફના હે.કો. દેવાભાઈ, પો.કો. મુકેશભાઈ, કરણસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા મુંબઈ શહેરના લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. સુદર્શન પાટીલ તથા સ્ટાફને મદદમાં રહી, બને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે….._

💫 _પકડાયેલ આરોપીઓ (1) વિરલ વિજયભાઈ ડોડીયા તથા (2) પ્રવીણ પરસોત્તમભાઈ શખાવરા બને મૂળ રાજકોટના વતની છે અને જૂનાગઢ જિલ્લામાં મેંદરડા ખાતે આરોપી વિરલ ડોડીયાનું ફાર્મ આવેલ હોઈ, ત્યાંથી પકડી પાડી, રાઉન્ડ અપ કરી, મહારાષ્ટ્ર મુંબઈ પોલીસને સોંપવામાં આવેલ હોઈ, મુંબઈ પોલીસ દ્વારા કબજો મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed