December 22, 2024

રોટરી કલબના નવા વર્ષ 2021/22 નો પહેલો પ્રોજેકટ ગૌ સેવાથી કરવામાં આવ્યો

Share to

Dns ન્યૂઝ પાર્થ વેલાણી

રોટરીના નવા વર્ષ: ૨૦૨૧/૨૨ ના પહેલા સેવાકિય પ્રોજેક્ટની શુભ શરૂઆત ગૌ સેવાથી શરૂ કરવામાં આવી હતી જેમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે એવી ગાય માતાને હિન્દૂ ધર્મમાં પરમ પૂજનીય અને સાક્ષાત ધરતી પર આશીર્વાદ કહી છે એવી ગૌમાતા માટે ગૌતમભાઈ પાડલીયા, આચાર્ય, રાજોધરજી હાઈસ્કૂલના આર્થિક સહયોગથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા
જ્યાં બીમાર અને રેઢીયાર ગાયોને ઘરની જેમ સાચવવામાં આવે છે તેમજ બધીજ પ્રકારની સેવા કરવામાં આવે છે તેવી શ્રી રામ ગૌશાળા ખાતેની 450 જેવી ગાય માતા માટે લીલા ચારોલાનું નિરણ કરીને જીવદયાનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો.


Share to

You may have missed