: ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 2 હજાર 790 જેટલા બાળકો કુપોષિત

Share to


દૂરદર્શી ન્યુઝ
ભરૂચ જિલ્લાના આઠ તાલુકામાં 1 હજાર ત્રણસો 74 આંગણવાડીમાં કુલ 82 હજાર સાતસો 12 જેટલા બાળકો નોંધાયેલા છે. જેમાંથી પાછલાં ત્રણ માસ ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધીમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યાં હતાં. જિલ્લાના આઠ તાલુકામા ઝીરોથી ત્રણ વર્ષ અને 3 થી 5 વર્ષ સુધીના કુપોષિત બાળકોનો આંકડો 2 હજાર 790ને પાર પહોંચ્યો છે. આ બાળકોને કુપોષિતમાંથી પોષિત બનાવવાનું અભિયાન માર્ચથી મે દરમિયાન હાથ ધરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં દર વર્ષે કુપોષિત બાળકોને પોષિત કરવાની કામગીરી સરકારના આઇસીડીએસ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં સરકારી આંકડા પપ્રમાણે ડીસેમ્બરથી ભરૂચ જિલ્લામાં 2 હજાર 790 જેટલા કુપોષિત અને અતિકુપોષિત બાળકો મળી આવ્યા હતા. હવે જિલ્લાના માર્ગદર્શન હેઠળ 3 માસમાં કુપોષિતમાંથી પૌષિત થાય તે માટે કામ સરકારી અધિકારીઓની મદદ લઇ આંગણવાડી વર્કરોએ કામ કરશે.


ભરૂચ જિલ્લામાં કુલ 1 એક હજાર 374 આંગણવાડી આવેલી છે. જ્યાં આમોદ, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, ઝઘડિયા, વાલિયા, નેત્રંગ, વાગરા જેટલા આઠ તાલુકામાં તાલુકાવાર અતિકુપોષિત અને કુપોષિત બાળકોની માહિતી નીચે પ્રમાણે છે.
22 ડિસેમ્બર 20211)0 થી ત્રણ વર્ષ ના બાળકો 661
2) 3 થી 5 વર્ષ ના બાળકો 584
વધારે કુપોષિત બાળકો જંબુસર તાલુકામાં. -242
સૌથી ઓછા કુપોષિત બાળકો આમોદ તાલુકામાં -46
….. કુલ 1245
22 જાન્યુઆરી 2022
1)0 થી ત્રણ વર્ષ ના બાળકો 730
2) 3 થી 5 વર્ષ ના બાળકો. 593
કુલ. 1323
વધારે કુપોષિત બાળકો જંબુસર તાલુકામાં -213
સૌથી ઓછા કુપોષિત બાળકો વાગરા તાલુકો 34

22 ફેબ્રુઆરી 2022
*0 થી ત્રણ વર્ષ ના બાળકો 663
* 3 થી 5 વર્ષ ના બાળકો. 559
ટોટલ : 1222
વધારે કુપોષિત બાળકો જંબુસર તાલુકામાં – 195
સૌથી ઓછા કુપોષિત બાળકો -26


ગુજરાત સરકાર ના બજેટ માં ખાસ કુપોષણ નો દર ઘટાડવા માટે ‘સુપોષિત માતા સ્વસ્થ ભારત બાળ યોજના ‘ અંતર્ગત ભરૂચ જિલ્લાની 38 હજાર 174 લાભાર્થી બહેનોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. જેમાં સગર્ભા અને માતા (ઝીરો થી બે વર્ષ ) ને સુધી ની માતા ને 1 કિલોગ્રામ તુવેર દાળ , 2 કિલોગ્રામ ચણા, એક કિલો તેલ દર મહિનાના ચોથા મંગળવારે આપવામાં આવશે. આ યોજના અંતર્ગત કુપોષિત બાળકનો દર ઘટાડવા માટેનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

નાના બાળક સાથે ભુખ્યા- તરસ્યા એક ને એક જગ્યાએ બેસી એ કેટલું યોગ્ય ?
ભરૂચ જિલ્લાના નેત્રંગ અને વાલિયા ખાતે તાલુકામાં ‘સુપોષિત માતા સ્વસ્થ ભારત બાળ યોજના ‘ અંતર્ગત તાલિમનું આયોજન થયુ હતું. આ તાલીમ શિબિરમાં સવારે બહેનોને 10 વાગ્યાથી બોલાવવામાં આવ્યાં હતાં. અધિકારીઓને ફરી ભરૂચથી વારંવાર આવવું ન પડે અને ટાર્ગેટ પણ અચિવ થઈ જાય એ હેતુ થી બિચારી લાચાર બેહનોનો ભોગ લેવાઈ છેજ્યાં વેહલી સવારથી આવેલી આંગણવાડી કાર્યકરો બહેનોને કાર્યક્રમ ન પત્યો ત્યાં સુધી ખીચોખિચ એક જ રૂમ માં બેસાડવામાં આવી હતી. આ બધાંની મધ્યે નાના બાળકો, ધાત્રી માતાઓની તકલીફ કોઈને નજરે ચડી નોહતી. નાના બાળક સાથે ભુખ્યા તરસ્યા એક ને એક જગ્યાએ બેસી એ કેટલું યોગ્ય. પોષણક્ષમ માતા અને બાળકની વાત સરકાર કરે છે ત્યારે આવી મહિલાઓને માટે પણ સુવિદ્યા આપવી જોઈએ. હવે આવી સ્થિતિમાં કયા બાળક તંદુરસ્ત રેહવાના. સરકારનો આદેશ છે કામના સ્થળે ફીડિંગ રૂમની વ્યવસ્થા આપવી જ જોઈએ પણ વાસ્તવિકતા વિપરિત છે. આ બને સ્થળોએ સુવિદ્યાના અભાવે પોતાના નાના બાળકોને પગથિયાં ઉપર જયારે વાલિયા ખાતે બહાર ખુલ્લામાં ફીડિંગ કરાવતી અને બાળકોને રમાડતી જોવા મળી હતી. આમ આ વિપરિત પરિસ્થતિ માં તે માં છે પરંતું આ ચિત્ર બદલાવું જરુરી છે.


Share to

You may have missed