October 15, 2024

મંત્રી આર.સી. મકવાણાએ પ્લાસ્ટિકની ગન હોવાનું કહી બચાવ કર્યો

Share to



(ડી.એન.એસ)ભાવનગર,તા.૦૯
મંત્રી આર.સી મકવાણાના પુત્ર અમિત મકવાણાનો ફાયરિંગ કરતો વીડિયો હાલ ચર્ચામાં આવ્યો છે. અમિત મકવાણાએ સિકયુરિટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કર્યું હતું. મંત્રી આર.સી નોંધનીય છે કે, ગુજરાતમાં હવામાં ફાયરિંગ કરવુ ગુનો ગણાય છે, ત્યારે ખુદ રાજ્યકક્ષાના મંત્રી જ પોતાના દીકરાને કાયદાનો પાઠ ભણવવાનું ભૂલી ગયા. આ મામલે મંત્રીજીના પુત્ર સામે લોકોએ સોશિયલ મીડિયામાં રોષ ઠાલવ્યો હતો. જાહેરમાં હથીયારનો ઉપયોગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી થશે કે કેમ? તેવો લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.રાજ્યના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. ભાવનગરના મહુવાના ધારાસભ્ય અને મંત્રી આર.સી.મકવાણાનો પુત્ર અમિત મકવાણા સિક્યુરીટી ગાર્ડના હથિયારથી હવામાં ફાયરિંગ કરતો હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જાેકે, આ અંગે મંત્રી આર.સી.મકવાણાએ પુત્રનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, આ રુપિયા ત્રણ હજારની પ્લાસ્ટિકની રમકડાની બંદુક હતી.


Share to

You may have missed