December 22, 2024

માંગરોળમાં રહેતા પાયલબેન વસાવા લાપતા

Share to


સુરત:શુક્રવાર: માંગરોળ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૫/૦૬/ર૦ર૧ ના રોજ રહે સીમોદ્રાગામ, ભરવાડ ફળિયુ, માંગરોળમાં રહેતા સનમુખભાઈ વસાવાના ૧૬ વર્ષીય પુત્રી પાયલબેન વસાવાની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૨ ફૂટ છે. તેમણે શરીરે ભૂરા કલરનું ટી-શર્ટ તથા લાલ કલરની કેપ્રી પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા માંગરોળ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
પલસાણામાં રહેતા રવિન્દ્રભાઈ પાટીલ ગુમ થયા છે.
સુરત:શુક્રવાર: પલસાણા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૬/ર૦ર૧ ના રોજ ઘર નં.૯૬, બગુમરા રેસીડેન્સી, બગુમરા ગામ, પલસાણામાં રહેતા ૨૨ વર્ષીય રવિન્દ્રભાઈ પાટીલ અગમ્ય કારણસર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે શ્યામ વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા પલસાણા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-


મહુવા તાલુકાના રહેવાસી પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે.
સુરત:શુક્રવાર: મહુવા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૩/૦૬/૨૦૨૧ ના રોજ રહે જોડબીડ ગામ, નવી વસાહત, મહુવામાં રહેતા રમેશભાઈ રાઠોડના ૧૫ વર્ષીય પુત્રી પ્રિયાબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૫ ફૂટ છે. તેમણે શરીરે મરૂન કલરની કુર્તી તથા મરૂન કલરની કેપ્રી પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા મહુવા પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-







Share to

You may have missed