December 17, 2024

કોરોના સંદર્ભે સુરત મહાનગરપાલિકાની હેલ્પલાઇન ઉપરસહાયતા અને માર્ગદર્શન મળી રહેશેઃ

Share to


સુરત:શુક્રવાર: કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરથી શહેરીજનોને બચાવવા સુરત મહાનગરપાલિકાએ અગાઉથી કમરકસી લીધી છે. કોરોનાના વિકટ સમયમાં સફળ વ્યૂહરચના અને સંયોજિત કામગીરીથી મનપાએ શ્રેષ્ઠ કામગીરી નિભાવી છે. તંત્ર સાથે શહેરીજનોએ પણ સંક્રમણની સાંકળને તોડવા માટે કોરોના વાયરસના કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાતા જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા ધનવંતરિ આરોગ્ય રથ મારફત કોવિડ ટેસ્ટ સહિત પ્રાથમિક સારવાર અને દવા વિતરણનો લાભ લીધો હતો.
સુરત મહાનગરપાલિકાએ આ કામગીરીને વધુ આગળ વધારતાં કોવિડની સારવારની સાથોસાથ કાઉન્સેલીંગ માટે હેલ્પલાઇનની સુવિધા ઊભી કરી છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓ કે શંકાસ્પદ લક્ષણો જણાતાં હોય તેવા વ્યક્તિઓનું મનોબળ મજબુત થાય. અને કોરોના મ્હાત આપવા માનસિક રીતે સજ્જ થાય આ માટે વિવિધ વિસ્તારના હેલ્પલાઇન નંબર કાર્યરત છે. જે મુજબ વેસ્ટ ઝોનમાં ૦૨૬૧-૨૭૮૬૧૮૧, સેન્ટ્રલ ઝોનમાં ૯૭૨૪૩૪૬૦૨૦, નોર્થ ઝોનમાં ૦૨૬૧-૨૪૮૦૫૬૪, ઇસ્ટ ઝોન (એ)માં ૯૦૫૪૧૯૯૮૫૬, ઇસ્ટ ઝોન(બી)માં ૯૧૭૩૪૪૧૨૦૩, સાઉથ ઝોનમાં ૦૨૬૧-૨૨૭૨૧૪૭, સાઉથ ઇસ્ટ ઝોનમાં ૯૭૨૪૩૪૬૦૫૧, સાઉથ વેસ્ટ ઝોનમાં ૦૨૬૧-૨૬૬૩૦૫૦ નંબર ઉપર કોલ કરવાથી જરૂરી સહાયતા અને માર્ગદર્શન આપવામાં આવશે.


Share to

You may have missed