December 22, 2024

અમરેલીના ખાંભા-ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Share to



(ડી.એન.એસ)અમરેલી,તા.૦૮
ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા અને બગોયામાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ ગીર કાંઠાના ગામડાઓમાં ભૂકંપના ઝટકાથી લોકોમાં ભય ફેલાયો છે.અમરેલી જિલ્લાના ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ગત રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. કેન્દ્ર બિંદુ અમરેલીથી ૪૨ કિમી દૂર હોવાનુ જાણવા મળ્યું હતું.


Share to

You may have missed