અમદાવાદ જેલર ગ્રુપની જડતી સ્કવોડ દ્વારા ચેકિંગ દરમ્યાનજૂનાગઢ જેલમાંથી ૪ મોબાઈલ ફોન અને પાન-મસાલાના પડીકા મળ્યાં

Share to(ડી.એન.એસ)જૂનાગઢ,તા.૦૮
જૂનાગઢ જેલમાં બાદના સમયે અમદાવાદ જેલર ગ્રુપની સ્કોર્ડ ટીમ દ્વારા ઝડતી લેવામાં આવી હતી. જેમાં રેડ પાર્ટીના સુબેદાર દેવશી રમણલ કરગીયા, અરજણસિંહ રાઠોડ, વિક્રમસિંહ ઠાકોર, કમલેશ ગેરૈયા સહિતના છ કર્મચારીઓએ જેલની અંદર જુદા જુદા ભાગો અને ને જેલ બેરેક તથા યાર્ડની તલાસી લઈ તપાસ હાથ ધરી હતી . આ તપાસ દરમ્યાન જેલમાં સર્કલ ૩૩ માં આવેલ ઈગ્નો સેન્ટરની પાછળના ભાગે ધાબાના પાણી નિકાલની પ્લાસ્ટિકની પાઈપની અંદરથી ચાલુ હાલતમાં બે મોબાઈલ મળી આવ્યા હતા. ત્યાર બાદ આઉટ સર્કલમાં જૂની બેરેકની સામે આવેલ ગટરની કુંડીમાંથી બીજા બે મોબાઈલ મળી આવેલ જે બંન્ને બંધ અને તૂટેલી સ્થિતિમાં મળ્યા હતા. આ સાથે જેલના બેરેકો, કેદીઓની અંગ ઝડતી અને બિસ્તરોની તલાસી લેતા બુધાલાલની તમાકુની ૧૦ પડીકી, વિમલ ગુટખાની ૫ પડીકી, રાજકમલ બીડીની ૬ ઝૂડી, મોબાઈલની એક બેટરી અને પાંચ તમાકુવાળા માવા મળી આવેલ હતા. જેથી આ અંગે અજાણ્યા કેદી સામે એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. થોડા સમય પૂર્વે આ જેલમાં જ એક કેદીની બર્થડેની પાર્ટી થઈ હોવાના વીડિયો વાઈરલ થયા બાદ ૬ જેટલા અધિકારી કર્મચારીઓની બદલી થઈ હતી. આમ છતાં પણ જેલમાંથી છાશવારે મોબાઈલ, તમાકુ, માવા જેવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી રહી છે. જેથી જેલમાં જલસા જ હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે.જૂનાગઢ જિલ્લા જેલમાં અમદાવાદ જેલર ગ્રુપની જડતી સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ. જેમાં જેલમાં બે સ્થળોએથી ચાર મોબાઈલ અને માવા-તમાકુના પડીકા મળી આવ્યા હતા. જે અંગે એ ડીવીઝન પોલીસ મથકમાં અજાણ્યા કેદી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Share to