December 22, 2024

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ માંગરોળ તાલુકાના પાણેથા ગામે રૂ.૫.૧૧ લાખના ખર્ચે શૌચાલય અને આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત

Share to


———-
સુરતઃશુક્રવાર: પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાણેથા ગામની પસંદગી થઈ છે. જે સંદર્ભે તા.૨૯મી જૂને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પાણેથા ગામની પ્રાથમિક શાળામાં રૂ.૫.૧૧ લાખના ખર્ચે શૌચાલય તથા આંગણવાડીની કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહુર્ત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ ગુજરાત રાજ્યનો વર્ષ ૨૦૧૮-૧૯માં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ જે ગામમાં અનુસૂચિત જાતિની વસ્તી ૫૦% કરતા વધુ હોય તેવા વિસ્તારના આ જિલ્લાઓના ૨૫ ગામોને કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. યોજનાનો મૂળ હેતુ પસંદગી પામેલા ગામોને આદર્શ ગ્રામ બનાવવા માટેના ખૂટતા કામો ગેપ ફિલીંગને ધ્યાને લઇ જરૂરિયાત આધારિત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો છે.


Share to

You may have missed