December 22, 2024

સુરત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના નંબરોની ઓનલાઈન હરાજી થશેઃ

Share to


———-
તા.૧૨ થી ૧૫ જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
સુરત:શુક્રવારઃ- સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ-05.HY સિરીઝના પસંદગીના નંબરોનું ઓનલાઈન ઓક્શન શરૂ કરવામાં આવશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૧૨ થી ૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધી કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરી પસંદગીના નંબરો મેળવવા ઈચ્છુક વાહન માલિકો ભાગ લઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યાથી તા.૧૭ જુલાઈ ૨૦૨૧ ના રોજ બપોરે ૨.૦૦ વાગ્યા સુધી ઓપન થશે.
તા.૧૯મી જુલાઈ ના રોજ ફોર્મ જમા કરવાના રહેશે. અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબર ફાળવવામાં આવશે નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ્દ કરવામાં આવશે તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.


Share to

You may have missed