December 21, 2024

બારડોલી અને ચોર્યાસી તાલુકામાં રૂા.૨૧ લાખના ખર્ચે સાત જેટલા વિકાસકામો મંજુરઃ

Share to


——
સુરતઃશુક્રવારઃ- જિલ્લા આયોજન મંડળ હેઠળ ૧૫ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટી.એ.એસ.પી. અંતર્ગત બારડોલી તાલુકામાં રૂા.૧૭ લાખના ખર્ચે છ જેટલા વિકાસકામો મંજુર કરવામાં આવ્યા છે. માણેકપોર ગામે પ્રાથમિક શાળામાં રૂા.પાંચ લાખના ખર્ચે મધ્યાહન ભોજન માટે શેડનું કામ, રૂા.બે લાખના ખર્ચે સિંગોદ ગામે હળપતિવાસમાં તળાવ બાજુના ફળિયામાં પેવર બ્લોકનું કામ, રૂા. બે લાખના ખર્ચે ઉતારા ગામે હળપતિવાસમાં મીનાબેનના ઘર તરફથી ગુરૂજીભાઈ ભાણાભાઈના ઘર તરફ ગટરલાઈનનું કામ તેમજ રૂા.ત્રણ લાખના ખર્ચે પલસોદ ગામે હળપતિવાસમાં ગટરલાઈનનું કામ, બામરોલી ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે હળપતીવાસમાં ડામર રોડનું કામ તથા બાબલા ગામે રૂા.બે લાખના ખર્ચે હળપતિવાસમાં ગટરલાઈનનું કામ મંજુર કરવામાં આવ્યું છે.
જયારે ચોર્યાસી તાલુકાના ભાણોદરા ગામે રૂા.ચાર લાખના ખર્ચે તલાવડી ફળીયામાં રાજુભાઈ રાઠોડના ઘરથી ખાડી તરફ ગટરલાઈનનું કામ મંજુર કરવામાં આવ્યું છે.


Share to

You may have missed