એક ડગલું “ઉત્કર્ષ પહેલ”થી સમાજ ઉત્કર્ષ તરફ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦અંત્યનો ઉદય થકી સર્વનો ઉદય થાય તેવી “ અંત્યોદય ” ની ભાવના સાથે જિલ્લા વહીવટીતંત્ર-ભરૂચ ધ્વારા “ઉત્કર્ષ પહેલ”ના અમલિકરણનું સુદ્રઢ આયોજન૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦એક પણ લક્ષિત અરજદાર વંચિત ન રહે તે માટે ખાસ ઝુંબેશ

Share to


ઉત્કર્ષ પહેલ અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ-૬૭૬ ગામો પૈકી ૩૧૭ ગામોમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના લાભો તેના તમામ લાભાર્થી શોધી ૧૦૦ ટકાની કામગીરી પૂર્ણ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ઉત્કર્ષ પહેલ અંતર્ગત ઉક્ત યોજનાઓ હેઠળ ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટીતંત્રનો નિર્ધાર અને બાકી રહેલા લોકોને તુરંત લાભ અપાવવા VCEને પ્રતિ ફોર્મ રૂ.૨૫૦/- પ્રોત્સાહક રકમની જાહેરાત
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચઃ મંગળવાર :- અંત્યનો ઉદય થકી સર્વનો ઉદય થાય તેવી “ અંત્યોદય ” ની ભાવના સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા “ ઉત્કર્ષ પહેલ ” હાથ ધરવામાં આવી છે. તા.૦૧/૦૧/૨૦૨૨ થી આજ સુધી વહીવટી તંત્ર ધ્વારા ઘરે ઘરે ફરી, શેરી, મહોલ્લા, ગામોમાં જઇ જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લક્ષિત અરજદારોને ઘેર બેઠા જ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. ઉત્કર્ષ પહેલ અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૨ની સ્થિતિએ ભરૂચ જિલ્લાના કુલ-૬૭૬ ગામો પૈકી ૩૧૭ ગામોમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના લાભો તેના તમામ લાભાર્થી શોધી ૧૦૦ ટકાની કામગીરી પૂર્ણ કરેલ છે. જેમાં આમોદ તાલુકાના ૫૪ ગામો પૈકી ૩૨ ગામોમાં, અંકલેશ્વર તાલુકાના ૬૦ ગામો પૈકી ૫૯ ગામોમાં, ભરૂચ ગ્રામ્યમાં ૯૪ ગામો પૈકી ૨૭ ગામોમાં, હાંસોટ તાલુકાના ૪૬ ગામો પૈકી ૧૭, જંબુસર તાલુકાના ૮૨ ગામો પૈકી ૬૬ ગામ, ઝઘડીયા તાલુકાના ૧૨૫ ગામો પૈકી ૨૨ ગામ, નેત્રંગ તાલુકામાં ૭૮ ગામો પૈકી ૪૫ ગામ, વાગરા તાલુકાના ૬૭ ગામ પૈકી ૧૯ ગામ અને વાલીયા તાલુકાના ૫૯ ગામો પૈકી ૩૦ ગામોમાં ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થયેલ છે.
ઉક્ત યોજના હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રએ તમામ તાલુકાઓને આ સ્કીમમાં સમાવેશ કરવા પહેલ કરી છે. ઉત્કર્ષ યોજનામાં લક્ષિત અરજદારોના અરજીપત્રક(તમામ પ્રમાણપત્રો તથા આનુષંગિક પુરાવાઓ સહિત) જે તે તાલુકાની સબંધિત કચેરીને સફળતાપૂર્વક અને સમયસર રજૂ કર્યા બાદ ફોર્મ મંજૂર થયા બાદ ઉક્ત જણાવેલ યોજનાઓનો લાભ શરૂ થાય તો આ થયેલ ઉત્કૃષ્ટ કામગીરીની સામે VCEને દરેક અરજીપત્ર દીઠ રૂ.૨૫૦/- પ્રોત્સાહન પેટે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી ચૂકવવામાં આવશે.
ઉત્કર્ષ પહેલ અંતર્ગત જિલ્લામાં (૧) ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત કોઇ પણ વિધવા બહેન કે જેમની કૌટુંબિક આવક શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ હોય તે અરજી કરી શકે છે જેઓને માસિક રૂા..૧૨૫૦/- મળવાપાત્ર રહેશે. ઉત્કર્ષ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૪૬૬૪ ગંગા સ્વરૂપા આર્થિક સહાયના ફોર્મ મંજુર થયેલ છે.
(૨) ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના(વયવંદના યોજના) અંતર્ગત બીપીએલ સ્કોર ૦ થી ૨૦, ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જેમની કૌટુંબિક આવક શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ હોય તે અરજી કરી શકે છે જેઓને માસિક રૂા.૭૫૦/- મળવાપાત્ર રહેશે. ઉત્કર્ષ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૮૭૫ ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજનાના ફોર્મ મંજુર થયેલ છે.
(૩) નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંતર્ગત ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જેમની કૌટુંબિક આવક શહેરી વિસ્તારમાં ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ હોય તે અરજી કરી શકે છે જેઓને માસિક રૂા. ૭૫૦/- મળવાપાત્ર રહેશે. ઉત્કર્ષ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૨૯ નિરાધાર વૃધ્ધ સહાય યોજનાના ફોર્મ મંજુર થયેલ છે.
(૪) રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(સંકટમોચન યોજના) અંતર્ગત બીપીએલ સ્કોર ૦ થી ૨૦, વિધવા થતાં બહેનોએ બે વર્ષની અંદર અરજી કરી શકે છે. રૂા.૨૦૦૦૦/- એક વખત મળવાપાત્ર રહેશે. ઉત્કર્ષ પહેલ અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લામાં ૧૦૫ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાના ફોર્મ મંજુર થયેલ છે.
વોટસઅપ હેલ્પ લાઇન નંબરઃ ભરૂચ ગ્રામ્ય – ૦૨૬૪૨- ૨૪૩૫૩૬, ભરૂચ શહેર – ૦૨૬૪૨ – ૨૪૩૫૨૫, વાગરા – ૦૨૬૪૧- ૨૨૫૨૨૧, અંકલેશ્વર – ૦૨૬૪૬- ૨૨૪૬૦૩, હાંસોટ – ૦૨૬૪૬- ૨૬૨૦૨૬, જંબુસર – ૦૨૬૪૪- ૨૨૦૦૭૦, આમોદ – ૦૨૬૪૧- ૨૪૫૦૪૦, ઝધડીઆ – ૦૨૬૪૫- ૨૨૦૦૩૯, વાલીયા – ૦૨૬૪૩- ૨૭૦૬૨૩ અને નેત્રંગ – ૦૨૬૪૩- ૨૮૨૩૩૮ પર યોજનાનો લાભ મેળવવા યોગ્ય નાગરિકોના નામ, સરનામું, ઓળખનો પુરાવો, મોબાઇલ નંબરની વિગતો તેમજ કઇ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેની વિગતો મોકલી આપવા વિનંતી છે.


Share to