October 19, 2024

રાજ્ય સરકાર ધ્વારા ખેડૂતો પાસેથી લધુતમ ટેકાના ભાવથી ઘઉંની સીધી ખરીદી જોગતા.૩૧ મી માર્ચ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકાશે : ઓનલાઇન નોંધણી સ્થાનિકગ્રામ્ય કક્ષાએ તથા તાલુકાના પુરવઠા નિગમના ગોડઉન ખાતે નિ:શુલ્ક કરાવી શકાશે

Share to



રાજપીપલા,સોમવાર :- ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૨-૨૩ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૨૦૧૫/-(પ્રતિ મણ રૂ।. ૪૦૩/-) ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮-અ ની નકલ, ગામ નમુના ૧૨ માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી જેની ખાસ નોંધ લેવા નાયબ જિલ્લા મેનેજરશ્રી, રાજપીપલા જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.


Share to

You may have missed