ભરૂચઃ સોમવાર :- મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર ધ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલ્પાબેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષપદે ૮ મી માર્ચ ૨૦૨૨ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે.
ઉક્ત કાર્યક્રમમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ/ચેક વિતરણ જેમકે, વહાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, માતા યશોદા એવોર્ડ સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત તથા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ થશે. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું વિડિયો કોન્ફરન્સથી લાઈવ કાર્યક્રમ નિહાળાશે. કાર્યક્રમના સ્થળે વિવિધ યોજનાઓનું પ્રદર્શન તથા સ્ટોલની પણ વ્યવસ્થા કરાશે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો