November 22, 2024

ઝગડીયા તાલુકાના ઇન્દોર ગામે બોર્ડની પરીક્ષાનો અનુભવ પૂરો પાડવા ઇન્દોર ગામ ની સરકારી શાળામાં મોડેલ ટેસ્ટ ની શરૂઆત કરવામાં આવી…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા દ્વારા, ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 07-03-22

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ એવા ઈન્દોરની સરકારી માધ્યમિક શાળામા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાના માહોલથી પરિચિત કરવા માટે તેમજ તેમના આત્મવિશ્વાસની વૃદ્ધિ અને મહાવરો પૂરો પાડવા માટે બોર્ડની પરીક્ષાનો અનુભવ પૂરો પાડવા ઇન્દોર ગામે શાળામાં મોડેલ ટેસ્ટ નું આજરોજ થી શરૂઆત કરવામાં આવી હતી…

જેમાં શાળાના આચાર્યશ્રી પ્રતિકભાઈ રમેશભાઈ પટેલ દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉપયોગમાં લઈ શકાય એવી જવાબવહી , પ્રવેશ પત્રિકા , બારકોડ સ્ટીકર , ખાખી સ્ટીકર ની જાતે જ રચના કરી વિદ્યાર્થીઓને શાળામાં પુષ્પ આપી મોં મીઠું કરાવી સારા પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરીને પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન આપી આજરોજ એમની પરીક્ષાની શરૂઆત કરવામાં આવી હતી…જેમાં દરેક વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે આવા અંતરિયાડ ગામો માં પણ આવી સ્કૂલ અને શિક્ષકો દ્વારા બાળકો પ્રત્યે લાગણી દર્શાવી અવનવા પ્રયોગો કરી તેઓ શિક્ષણ ક્ષત્રે બાળકો ને પણ પ્રોત્સાહન આપે તે દિશા માં કામ કરવું જોવે….અત્રે ઉલ્લેખનીય છે કે નાનકડા ગામો કસબા માંથી પણ રાષ્ટ્રીય તથા અંતરરાષ્ટ્રીય ક્ષત્રે ઘણા બાળકો એ પોતાની ફિલ્ડ માં શિક્ષણ હોઈ કે પછી રમતગમત ના માધ્યમ થી અનેક સિદ્ધિ હાંસલ કરેલ છે જો નાની નાની સરકારી શાળા માં પણ આવા શિક્ષકો દ્વારા પૂરતું ધ્યાન આપી બાળકો ને પ્રોત્સાહિત કરે તો ઝગડીયા તેમજ અન્ય જિલ્લા રાજ્ય માંથી બાળકો નવી સિદ્ધિ ઓ હાંસલ કરે તેમ છે…..

#DNSNEWS


Share to