December 22, 2024

કામરેજ ગામમાં રહેતા હેપ્પીબેન પટેલ લાપતા

Share to


સુરત:ગુરુવાર: કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૨૮/૦૫/૨૦૨૧ ના રોજ મકાન નં.૬૮૧, માછીવાડ, કામરેજ ગામમાં રહેતા આકાશભાઈ પટેલના ૨૬ વર્ષીય પત્ની હેપ્પીબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ગૌર વર્ણના, ઉંચાઈ ૪.૮ ફૂટ છે. તેમણે શરીરે પીળા કલરની ટી-શર્ટ તથા કાળા કલરની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
નવી પારડી, કામરેજમાં રહેતા સાજનબેન વાઘેલા લાપતા
સુરત:ગુરુવાર: કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૯/૦૬/ર૦ર૧ ના રોજ માધવદર્શન સોસાયટી, નવી પારડી, કામરેજમાં રહેતા (મૂળવતન:ધારી, તા:ધારી, જિ:અમરેલી) કિશોરભાઈ વાઘેલાના ૧૬ વર્ષીય પુત્રી સાજનબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૫.૦ ફૂટ છે. તેમણે શરીરે ગુલાબી કલરની કુર્તી અને વાદળી રંગની લેગીસ પહેરી છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
ઓલપાડમાં રહેતા અસ્મિતાબેન સોલંકી ગુમ થયા છે.
સુરત:ગુરુવાર: કીમ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૫/ર૦ર૧ ના રોજ પ્રભુનગર-૦૨, મૂળદગામ, ઓલપાડમાં રહેતા (મૂળવતન:માંડવા ગામ, તા:ઢસા, જિ:અમરેલી) અશોકભાઈ સોલંકીના ૧૫ વર્ષીય પુત્રી અસ્મિતાબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૭ ફૂટ છે. તેમણે શરીરે કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કીમ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-
કઠોદરા ગામમાં રહેતા ભાવિકાબેન ઉસદડ ગુમ થયા છે.
સુરત:ગુરૂવાર: કામરેજ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૬/૨૦૨૧ ના રોજ બી-૮-૫૦૨,એચ.આર.પી.સોસાયટી, કઠોદરા ગામ, કામરેજમાં રહેતા (મૂળવતન:ભેસાણ, તા:ભેસાણ, જિ:જુનાગઢ) જતીનભાઈ ઉસદડના ૨૭ વર્ષીય પત્ની ભાવિકાબેન કોઈને કંઈ પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણના, ઉંચાઈ ૫.૪ ફૂટ છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કામરેજ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
-૦૦-


Share to

You may have missed