December 22, 2024

હળવદ તાલુકાના ચાડધ્રા ગામે વૃધ્ધાની જમીન બે શખ્સોએ પચાવી પાડનાર સામે ફરિયાદ

Share to

Dns ન્યૂઝ પાર્થ વેલાણી

મોરબી જીલ્લામા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે જેની સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હળવદના ચાડધ્રા ગામી બે શખ્સોએ વૃદ્ધાની જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના માધાપર ગામ નજીક જામનગર રોડ પર રહેતા બનુબા વિસાભાઇ ગઢવી (ઉ.૬૦) એ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી માવજીભાઈ ત્રિકમભાઈ જાદવ અને જેઠાભાઈ ત્રિકમભાઈ જાદવ રહે-બને રેલ્વે કોલીની પાછળ ધ્રાંગધ્રા એ ફરિયાદી બનુબા ગઢવીની માલિકીને ચાડધ્રા ગામના સીમ સર્વે નંબર ૬૩ ની ખેતીની જમીન એ ૪-૩૬ ગુઠા વાળી જમીન પૈકી આશરે છ વિધા જેટલી જમીન પર ગેરકાયદેસર કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share to

You may have missed