છોટાઉદેપુર ખાતે પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા રૂા. ૧.૮૫ કરોડના ખર્ચે રિડેવલપમેન્ટ કરવામાં આવેલા શ્રી. સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડનનું રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
છોટાઉદેપુર નગરની જનતાને આનંદ પ્રમોદ માટેનું એક સારૂં સ્થળ મળી રહે એ માટે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રૂા. ૧.૮૫ કરોડના ખર્ચે શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડનનંં રિડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ ગાર્ડનનું આજે આદિજાતિ વિકાસ રાજયમંત્રી નિમિષાબેનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી નિમિષાબેન પટેલ અને અન્ય મહાનુભાવોએ બગીચામાં લટાર મારી નગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો