જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે રૂા. ૧.૨૬ કરોડના ખર્ચે બનાવવામાં આવનારા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર)નું રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુરના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી ગાંધીનગરના છોટાઉદેપુર હસ્તકના જિલ્લાના મુખ્ય મથકે નવીન ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર બનાવવામાં આવનાર છે. છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આપત્તિ દરમિયાન વ્યવસ્થાપન તેમજ સંચાલન માટે આ નવીન મકાન બનાવવામાં આવશે. જિલ્લામાં ઉપસ્થિત થતી કોઇ પણ આપત્તિની પરિસ્થિતિ દરમિયાન તાત્કાલિક બચાવ તેમજ નિવારણની કામગીરી હાથ ધરવા માટે ઉપયોગી થશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો