💫 _જૂનાગઢ શહેના ધોરાજી ચોકડી પાસે આવેલ રેલવે ફાટક ઉપર ગેટ કિપર તરીકે નોકરી કરતા, *ફરિયાદી મુકેશભાઈ માધાભાઈ રાઠોડ ઉ.વ. 34 રહે. રેલવે કોલોની, મામાદેવના મંદિર પાસે, ડેલા ન. 21, જોશીપરા, અગ્રાવત ચોક પાસે, જૂનાગઢ ને તા. 25.06.2021 ના રોજ પોતાની નોકરી ઉપર રેલવે ફાટકએ હાજર હતા, દરમ્યાન એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા ઈસમો, તેમાંથી એક ઈસમ ફરીયાદીને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી, છરીની અણીએ ફરિયાદીના કપડા કઢાવી, આરોપીઓ સાથેની મહિલાના પણ કપડા કઢાવી, ફરિયાદી તેમજ આરોપી મહિલાને એકબીજાની પાસે ઉભા રખાવી, સાથેના આરોપીએ પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધેલ અને વીડિયો વાયરલ કરી નાખવાની તેમજ બળાત્કારનો ખોટો કેશ કરી, ફસાવી દેવાની ધમકી આપી, ફરિયાદી પાસે રહેલ 500 રૂપિયા કઢાવી લીધેલ અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, બીજા પાંચ લાખ આપવાની વાત કરતા ફરિયાદી પાસે આટલા પૈસા ના હોય, જેથી રકજક કરી, ત્રણ લાખ રૂપિયા આપવાનું નક્કી કરેલ અને આરોપીઓએ ફરિયાદી ઉપર વિશ્વાસ નથી તેવું જણાવતા, આરોપીઓએ કોઈ ઓળખીતા માણસને વચ્ચે રાખવાનું કહી, સાબલપુરના આર્યનને રેલવે ફાટક પાસે બોલાવેલ અને આર્યન સમાધાનમાં વચ્ચે રહેલ અને બીજા દિવસે રૂપિયા 10000 તેમજ બાકીના 290000 તા.16.07.2021 ના રોજ આપવાનું નક્કી કરી, યુવતી તથા ત્રણ ઈસમોએ 3 લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની ફરિયાદ,* ફરિયાદી એ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી…_
💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ શેટ્ટી સાહેબ* દ્વારા *હની ટ્રેપના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ,* ગુન્હાની ગંભીરતા પૂર્વક તપાસ કરી, ગુનાના મૂળ સુધી પહોંચી, આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટે સૂચના કરવામાં આવેલ હતી….._
💫 _ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ, જુનાગઢ ડીવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડિયા તથા સ્ટાફના એ.એસ.આઈ સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ, સહિતના માણસોની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી, મળેલ બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ (1) સલમાન તૈયબ વિશળ (2) બસિર હબીબ સુમરા (3)આર્યન યુનુસભાઈ ઠેબા (4) શબનમ ઉર્ફે સબુ રહે.તમામ જૂનાગઢ સહિતના ચાર આરોપીઓની સંડોવણી હોવાની વિગતો જાણવા મળતા, ફરિયાદી મારફતે જ રૂપિયા ત્રણ લાખ આપવાનું જણાવી, ટ્રેપ કરી, કાગળના બંડલ આધારે રૂપિયા જેવું પ્લાસ્ટિકના થેલીમાં બનાવી, તાલુકા પોલીસની ટીમ દ્વારા ખાનગી કપડામાં વોચ ગોઠવી, આરોપીઓ ત્રણ લાખ રૂપિયા લેવા રેલવે ફાટક પાસે આવતા, ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી *આરોપીઓ (1) સલમાન તૈયબભાઈ વિશળ જાતે ગામેતી ઉવ. 27 રહે. રામદેવપરા, શકકરબાગ, જૂનાગઢ, (2) બસિર ઉર્ફે ટકો હબીબભાઈ સુમરા જાતે મુસ્લિમ ઉવ. 31 રહે. 66કે.વી., મહેતાનગર, જુનાગઢ, (3) આર્યન યુનુસભાઈ ઠેબા જાતે ગામેતી ઉવ. 19 રહે. સાબલપુર, જૂનાગઢ* ની *કાઉન્ટર ટ્રેપ* કરીને રાઉન્ડ અપ કરીને પકડી પાડવામા આવેલ છે. આ ગુન્હાના કામે મહિલા આરોપી શબનમ ઉર્ફે શબ્બુ ઘર છોડીને નાસી ગયેલ હોઈ, તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓના કબજામાંથી આ ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ મોબાઈલ ફોન નંગ 03 સહિતનો મુદામાલ પણ કબજે કરવા તજવીજ કરવામાં આવેલ છે….._
💫 _પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, *પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી આર્યન ધોરણ 12 મા અભ્યાસ કરતો હોય, પિતા મજૂરી કરતા હોય, ફી ભરવા માટે રૂપિયાની જરૂરિયાત હોય તેમજ આરોપી સલમાન ટ્રક ડ્રાઇવિંગ કરતો હોઈ, લોક ડાઉનમાં ટ્રાન્સપોર્ટ બંધ જેવું હોઈ, પત્ની પ્રેગ્નેટ હોઈ, સારવાર માટે રૂપિયાની જરૂરિયાત હોવાથી શબનમ ઉર્ફે શબ્બુ પણ જુગાર રમવાની ટેવ હોઈ, જુગારમાં રૂપિયા હારી જતા,તેને પણ રૂપિયાની જરૂરિયાત હોવાથી હનીટ્રેપનું કાવતરું રચી, રૂપિયા પડાવવા કારસ્તાન કરેલાની કબૂલાત* કરવામાં આવેલ છે….._
💫 _તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલ ફરિયાદીને આરોપીઓ રૂપિયા માટે ફોન કરીને ઉઘરાણી કરતા હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. પી.વી.ધોકડીયા, સ્ટાફના એ.એસ.આઈ સંતોકબેન, હે.કો.ભદ્રેશભાઈ, પો.કો. દિનેશભાઇ, કરણભાઇ, વિક્રમભાઈ, અજયભાઈ, રાહુલભાઈ, ભરતભાઇ, દીપકભાઈ, જૈતાભાઈ, સહિતની *પોલીસ ટીમ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા, બાકીના રૂપિયા લેવા માટે ફરિયાદી મારફતે રેલવે ફાટક ખાતે બોલાવતા, આરોપીઓ આવતા, રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ. જેઓને આ ગુન્હાના કામે ધરપકડ* કરવામાં આવેલ છે….._
💫 _પકડાયેલા આરોપીઓએ *ફરિયાદી સિવાય કોઈ અન્ય વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી, રૂપિયા પડાવેલ છે કે કેમ..? આ પ્રકારના કે અન્ય કોઈ ગુન્હાઓ આચારેલા છે કે કેમ..? બીજા કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ…? આ ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ…? ફરિયાદીનો નંબર ક્યાંથી અને કોના દ્વારા મેળવ્યો..? વિગેરે મુદ્દાઓ* સર પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા આગળની તપાસ તાલુકા પીએસઆઈ પી.વી.ધોકડીયા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે….
મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ