💫 ગઇ તા.૦૧/૦૬/૨૦૨૧નાં રોજ ભાવનગર જીલ્લાનાં શિહોર તાલુકાનાં ભુતિયા ગામે રહેતાં લક્ષ્મીબેન વા/ઓ મનુભાઇ માંડવીયા તેનાં ઘરે એકલાં હાજર હતાં.તેઓનાં પતિ મનુભાઇ માંડવીયા બપોરનાં સમયે વાડીએથી ઘરે ગયેલ.ત્યારે તેનાં પત્નિ ઓસરીમાં ખુરશીમાં બેઠેલ હાલતમાં જોવામાં આવેલ.તેનાં માથામાં પાછળનાં ભાગે લોહિ નીકળતું હોવાથી આજુ-બાજુ માં રહેતાં તેનાં સગાં-સંબંધીઓને બોલાવવામાં આવેલ.આ વખતે લક્ષ્મીબેનનાં કાનમાં પહેરેલ સોનાની પોખાની જોવામાં આવેલ નહિ. જેથી તેઓને માર મારી કોઇ સોનાની પોખાનીની લુંટ કરેલ હોવાનું જણાય આવેલ.આ લક્ષ્મીબેન ને સારવાર માટે ૧૦૮ માં શિહોર બાદ ભાવનગર ખાતે આવેલ આશીર્વાદ હોસ્પીટલ ખાતે લાવવામાં આવેલ. તેઓની સારવાર દરમ્યાન માથાનાં ભાગે પાંચેક જેટલાં મરણતોલ ઘા મારેલ હોવાનું જણાય આવેલ.જે અંગે તેઓનાં સુરત ખાતે રહેતાં પુત્ર પ્રવિણભાઇ મનજીભાઇ ઉર્ફે મનુભાઇ માંડવીયાએ સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસો વિરૂધ્ધ લુંટનો ગુન્હો દાખલ કરાવેલ. આ ગુન્હાની તપાસ પ્રથમ ડી.બી. વાઘેલા પો.સબ ઇન્સ.,સોનગઢ પોલીસ સ્ટેશન, ભાવનગર નાંઓએ સંભાળેલ હતી.
💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી, જયપાલસિંહ રાઠોડ સાહેબે ભુતિયા ગામમાં આ પ્રકારનાં બે ગુન્હાઓ બનેલ હોવાનું જાણેલ. જેથી આ ગુન્હાની અને પરિસ્થિતીની ગંભીરતા ધ્યાને લઇ આ ગુન્હાની તપાસ માટે પોલીસ અધિક્ષક શ્રી, ભાવનગરનાંઓની અધ્યક્ષતામાં સીટની રચના કરી તેમાં સભ્ય તરીકે આર.ડી.જાડેજા ના.પો.અધિક્ષક શ્રી,પાલીતાણા ડીવીઝન,પાલીતાણા અને આ ગુન્હાની તપાસ વી.વી. ઓડેદરા પોલીસ ઇન્સ.,લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગરનાંઓને સોંપી આપેલ.
💫 આ ગુન્હાની તપાસ ટેકનીકલ સેલ તથા હ્યુમન સોર્સીસથી ઝીણવટભરી રીતે કરી ગુન્હાઓનો ભેદ ઉકેલવાનાં મજબુત ઇરાદા સાથે ભુતિયા ગામે જ રહીને તપાસ શરૂ કરવામાં આવેલ. જેમાં ના.પો.અધિક્ષક શ્રી,પાલીતાણા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.,), એસ.ઓ.જી., સોનગઢ પોલીસ સ્ટેશન અને પાલીતાણા ડીવીઝન હેઠળનાં પાલીતાણા ટાઉન, પાલીતાણા રૂરલ, ગારીયાધાર, ઉમરાળા, વલ્લભીપુર પોલીસ સ્ટેશનનાં સ્ટાફનાં માણસો મળી કુલ-૫૦ થી ૬૦ પોલીસ સ્ટાફનાં માણસો તથા અધિકારીશ્રીઓ તપાસમાં જોડાયેલ.
💫 આ ગુન્હાની તપાસ દરમ્યાન ગામમાં તથા આજુબાજુમાં રહેતાં મજુરી કરવા માટે તેમજ ગામમાં ભંગાર, વાળ, અન્ય સામાનની ફેરીઓ કરવા આવતાં માણસોની યાદી બનાવી તેઓને તપાસવામાં આવેલ. આ તપાસ દરમ્યાન ગામમાં તગારા વેચવા માટે આવતાં માણસોની પણ ઝીણવટભરી રીતે તપાસ કરવામાં આવેલ. આ પ્રકારનાં ગુન્હાઓમાં અગાઉ પકડાય ગયેલ માણસોની ખુબ જ ઝીણવટભરી રીતે પુછપરછ કરવામાં આવેલ. આ તપાસ દરમ્યાન ટેકનીકલ સેલનો ખુબ જ મહત્વનો રોલ હોય.જેથી ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસથી માહિતી મેળવવા માટે સઘન પ્રયાસો કરતાં માહિતી મળી આવેલ કે, આ દિવસનાં સમયે બનેલ લુંટ કરવા માટે રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં સાગરીતોની ગેંગ સક્રિય છે. આ લુંટ પણ તેઓએ જ કરી લુંટનો મુદ્દામાલ સગે-વગે કરી નાંખેલ છે. જે માહિતી આધારે એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આ રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં સાગરીતોને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલ. આ રણજીત ઉર્ફે બોડિયો અને તેનાં માણસોને પોલીસ શોધતી હોવાનાં અણસાર આવી જતાં તેઓ અલગ-અલગ થઇને ગામડાઓમાં ખેતરોમાં અને શહેરોમાં ભાગતાં ફરતાં હતાં.
💫આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસોને બાતમીરાહે માહિતી મળી આવેલ કે, *રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તેનાં બે સાગરીતો સાથે મોટર સાયકલ ઉપર રાજકોટ રોડ થઇ સોનગઢ-પાલીતાણા ચોકડી થઇને પાલીતાણા જવાનાં છે.જે હકિકત આધારે સ્ટાફનાં માણસો જીંથરી પાસે આવેલ તોરણ પાર્ક હોટલ પાસે વોચમાં રહેતાં ઉપરોકત રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઇ પરમાર તથા તેનાં બે સાગરીતો ભરત ઉર્ફે બોડિયો ગંભીરભાઇ પરમાર રહે.જામનગર તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોર મોટર સાયકલ સાથે મળી આવેલ.* તેઓને ભાવનગર, એલ.સી.બી., ઓફિસ લાવી તેઓની ઉપરોકત ગુન્હાને લગતી પુછપરછ કરતાં તેઓએ ઉપરોકત ગુનો કરેલ હોવાની કબુલાત કરેલ. આ સાથે-સાથે તેઓએ ભાવનગર તથા બોટાદ જિલ્લામાંથી નીચે મુજબનાં ગુન્હાઓ પણ કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી આ ગુન્હાનાં કામે નીચે મુજબનાં ઇસમોને તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરને ધોરણસર અટક કરવામાં આવેલ છે.તેઓ પાસેથી ગુન્હાનાં કામે ઉપયોગમાં લીધેલ હિરો સ્પ્લેન્ડર + મો.સા. રજી. નંબર- GJ-04-DQ 2354 કિ.રૂ.૪૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ છે.
💫 *આરોપીઓઃ-*
1. ભરત ઉર્ફે બોડિયો S/O ગંભીરભાઇ કાનાભાઇ પરમાર/દે.પુ. ઉ.વ.૨૧ ધંધો-મજુરી રહે. સાત રસ્તા, પ્રદર્શન ગ્રાઉન્ડ, એસ.ટી. ડેપોની બાજુમાં,જામનગર મુળ- મેઢા તા.પાલીતાણા જી.ભાવનગર
2. રણજીત ઉર્ફે બોડીયો રામજીભાઇ પરમાર/દેવીપુજક ઉ.વ.૨૮ ધંધો-મજુરી કામ રહે.વાડી વિસ્તાર, શકિતનગર, જામવાળી રોડ, પાલીતાણા, જી.ભાવનગર મુળ-હાથિયાધાર તા.પાલીતાણા જી.ભાવનગર
💫*આરોપીઓ તથા કાયદાનાં સંઘર્ષમાં આવેલ કિશોરે કબુલાત કરેલ ગુન્હાઓની વિગતઃ-*
1. ભાવનગર,સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૮૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૩૯૭,૩૯૪,૪૫૦ મુજબ
2. ભાવનગર,જેસર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૧૭/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
3. ભાવનગર,ગારીયાધાર પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૩૨/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
4. ભાવનગર,શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૮૬/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
5. ભાવનગર,પાલીતાણા પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમઃ-૪૫૪,૩૮૦ મુજબ
6. બોટાદ,પાળીયાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૦/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ- ૪૫૪, ૩૮૦ મુજબ
7. બોટાદ,પાળીયાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૮૮/૨૦૨૧ ઇ.પી.કો.કલમઃ- ૪૫૪,૩૮૦ મુજબ
💫 આમ, ભાવનગર,એલ.સી.બી., એસ.ઓ.જી.,સોનગઢ પોલીસ સ્ટેશન તથા ટેકનીકલ સેલની ટીમે કરેલ અથાગ પ્રયત્નોનાં પરિણામ સ્વરૂપ ખુબ જ પડકારજનક કહી શકાય તેવો લુંટનાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં ભાવનગર પોલીસ ને ખુબ જ મહત્વની સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.), એસ.ઓ.જી., ટેકનીકલ સેલ,સોનગઢ પો.સ્ટે., પાલીતાણા ડિવીઝનની ટીમનાં સ્ટાફનાં માણસો જોડાયા હતાં.
More Stories
જૂનાગઢના સાસણમાં પોલીસને શારિરીક અને માનસિક તનાવ મુકત કરવા માટે તા.૧૪,૧૫,૧૬ ડિસેમ્બરના ત્રણ દિવસ સુધી “ડિટોક્સ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું.પોલીસ કોન્સ્ટેબલથી એસ.પી. આઈ.પી.એસ. સહીત શિબિરમાં જોડાયા હતા.
દિલ્હીમાં રાષ્ટ્રીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામનાં સરપંચ જોડાયા નવી દિલ્હીનાં વિશ્વ યુવક કેન્દ્ર ખાતે બે દિવસય રાષ્ટ્રીય સરપંચ સંવાદ
જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોમાં કરોડો રૂપિયાના નાણાની હેરાફેરી કરતી આંતરરાજ્ય ક્રિમિનલ ગેંગ ને જુનાગઢ પોલીસે દબોચી