December 22, 2024

જૂનાગઢના નિશાંતભાઇ અઢીયાનો ૨૫૦૦૦ હજારનો મોબાઈ ક્યાંક પડી જતા જૂનાગઢ પોલીસમાં હરજી કરતા ટેક્નિકલ સોર્સથી શોધીને ડીવાયએસપી કચેરીએ રૂબરૂ બોલાવી ખોવાયેલ મોબાઇલ સોંપવામાં આવ્યો

Share to


💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_

💫 _જૂનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદાર નિશાંતભાઇ નાથાલાલ અઢીયા રહે, જૂનાગઢ લક્ષ્મીનગર સોસાયટી નાઓનો વનપ્લસ કંપનીનો મોબાઇલ કિમંત રૂપિયા ૨૫૦૦૦/- નો તા. ૨૧/૬/૨૦૨૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાંં કાળવા ચોકમાં કયાંક પડી ગયેલ જે અંગે તેઓએ બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૨૨/૬/૨૦૨૧ના રોજ અરજી આપેલ હતી. અરજદારશ્રીએ પોતાના મોબાઇલમાં જરૂરી ડેટા હોય જેથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનેે રૂબરૂ મળી મોબાઇલ ખોવાયેેલ હોય શોધી કાઢવા અંગે રજુઆત કરેેલ હતી. અરજદારશ્રીના મોબાઇલ અંગે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ તેમજ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના એ.એસ.આઈ. કમલેશભાઈએ ટેક્નિકલ સોર્સ આધારે મળેલ માહિતી આધારે જહેમત ઉઠાવતાં, અરજદારનો ખોવાયેલ મોબાઇલ દાતાર રોડ ઉપર રહેતા અને શાકભાજીનો ધંધો કરતા ઝરીનાબેનની દિકરીને મળેલ હોવાની હકિકત આધારે તેઓનો રૂબરૂ સંપકૅ કરી અને તેમની પાસેથી ઉપરોકત મોબાઇલ તા. ૨૮/૬/૨૧ ના રોજ રીકવર કરી અરજદારશ્રીને ડીવાયએસપી કચેરી ખાતે રૂબરૂ બોલાવી તેમનો ખોવાયેલ મોબાઇલ સોંપવામાં આવતા, *અરજદારને પોતાનો મોબાઈલ પરત મળતા, ખુશીની લાગણી વ્યક્ત* કરેલ હતી. *અરજદારશ્રી એ ડીવાયએસપી કચેરી દ્વારા મદદ કરી, ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢતા, જૂનાગઢ પોલીસનો આભાર* વ્યક્ત કર્યો હતો. ડીવાયએસપીશ્રી દ્વારા પણ પોલીસની ફરજ ગણાવી, અરજદારે પોતાનો મોબાઈલ સાચવીને રાખવા અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને *પોતાનો મોબાઈલ પરત મળતા અને મોબાઇલમાં તેઓનો જરૂરી ડેટા પણ જે તે સ્થિતિમાં હોય, ખૂબ જ આનંદિત થઈ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર* વ્યક્ત કરેેેેલો….._

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* ની સૂચનાથી જૂનાગઢ ડીવાયએસપી કચેરી દ્વારા અરજદારનો ગુમ થયેલ મોબાઈલ આશરે ૨૫,૦૦૦/- રૂપિયાની કિંમતના શોધી કાઢી પરત અપાવી, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કરેલ…_
👮🚔

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ


Share to

You may have missed