November 21, 2024

રાજપીપળા ના પ્રો.હિમાંશુ દવે ની જિનમાસ્ટિક ટ્રેમપોલિયન વર્લ્ડ કપ નાડેલીગેશન તરીકે પસંદગી

Share to

અઝરબેઝાન ખાતે ચાલી રહેલા જિનમાસ્ટિક ટ્રેમપોલિયન વર્લ્ડ કપ મા હેડ ઓફ ડેલીગેશન તરીકે ભારત નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે

ઈકરામ મલેક: નર્મદા રાજપીપળા

રાજપીપળા ના રામબાગ સોસાયટી મા રહેતા અને શિનોર તાલુકા ના સાધલી ની એસ.સી.એ પટેલ આર્ટ્સ કોલેજ મા આસી.પ્રો તરીકે ફરજ બજાવતા પ્રો. ડો.હિમાંશુ દવે ની તારીખ 11 ફેબ્રુઆરી થી 14 ફેબ્રુઆરી દરમિયાન આઝરબેઝાન ખાતે રમાઈ રહેલા જિનમાસ્ટિક ટ્રેમપોલિયન વર્લ્ડ કપ મા ભારતીય ટિમ ના હેડ ઓફ ડેલીગેશન તરીકે પસંદગી થતા રાજપીપળા નગર માટે ગૌરવ ની ક્ષણ આવી છે.

હાલ અઝરબેઝન ખાતે ચાલી રહેલા વર્લ્ડકપમાં 8 ખેલાડીઓ સહિત 2 કોચ અને મેનેજર સાથે ભારતીય સંઘ ના વડા તરીકે પ્રો. ડો. હિમાંશુ દવે ભારત નું પ્રતિનિધિત્વ કરવા સાથે સાથે રાજપીપળા નું પણ ગૌરવ વધાર્યું છે. સાધલી કોલેજ ના સ્ટાફ સહિત પરિવાર અને કેણવણી મંડળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અને તેમના મિત્ર વર્તુળ મા પણ આનંદ ની લાગણી ફેલાઇ છે.

પ્રો.ડો હિમાંશુ દવે અગાઉ ઇન્ડોનેશિયા મુકામે યોજાયેલ જુનિયર એશિયન ચેમ્પિયનશીપમાં પણ ભારતીય ટીમ ના કોચ તરીકે સેવા આપી ચુક્યા છે. અને તેઓ મોટા ફોફળિયા સી.એ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ની આંતરરાષ્ટ્રીય જિનમાસ્ટિક સુવિધાઓ દ્વારા કોચિંગ કરાવી ખેલાડીઓ ને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા એ તાલીમ આપી રહ્યા છે અને તેઓ દ્વારા કોચિંગ પામેલા ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય લેવલે ઉજળો દેખાવ કરી મેડલો મેળવી રહ્યા છે.

આમ મૂળ રાજપીપળા ના અને સાધલી તેમજ મોટા ફોફળિયા ની કોલેજો મા સેવા આપી રહેલા પ્રો.ડો હિમાંશુ દવે ની વધુ એક સિદ્ધિ થી નગર ના લોકો પણ ગર્વ અનુભવી રહ્યા છે.


Share to

You may have missed