ઈકરામ મલેક (રાજપીપળા, નર્મદા)
નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઓળખી કાઢી તેમને પકડી પાડી કડક કાર્યવાહી કરવા ઉચ્ચ પોલીસ અધિકારીઓને નિર્દેશ મુજબ સાગબારા પોલીસના સબ ઇન્સ્પેક્ટર કે એલ ગલચર તથા તેમની ટીમ તારીખ 5 ફેબ્રુઆરી ના રોજ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહ્યા હતા, એ અરસા મા સફેદ કલર ની સ્વીફ્ટ કાર શંકાસ્પદ રીતે આવી રહી હોવાની જાણ થતા ચોપડવાવ ગામ પાસે પોલીસે બેરીકેડિંગ કરી કાર ને રોકવા માટે નાકાબંધી કરી દીધી હતી.
દૂર થી પોલીસ ની નાકાબંદી જોઈ ને કાર ચાલકે કાર દૂર અટકાવી દીધી હતી અને કાર માંથી 2 ઈસમો ઉતરી ને ભાગવા માંડતા પોલીસે દોડી ને પીછો કર્યો હતો, ભાગી રહેલા 2 ઈસમો પૈકી 1 ઈસમ વસીમ હુસેન અબ્દુલ હકીમ મન્સૂરી ઉ.વ 22 રહે. નકોડા નગર ઉદયપુર (રાજસ્થાન) ને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપી મદન પટેલ નાસી જવા મા સફળ થયો હતો.
પોલીસે કબજે કરી કાર ની તલાશી લેતા કાર માંથી જુદી જુદી જાત ની દારૂ ની 280 બોટલો મળી આવી હતી જેની બજાર કિંમત રૂ.1 લાખ 26 હજાર, 800 આંકવામાં આવી હતી. અને મુદ્દામાલ તરીકે સ્વીફ્ટ કાર જેની કિંમત રૂ.3 લાખ અને 1 મોબાઈલ કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.4,36,800/- નો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો હતો.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.