ગુજરાતમાં શિક્ષણ પર મોટો ભારગુજરાતમાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પર દબાણ…

Share to


(ડી.એન.એસ)અમદાવાદ,તા.૦૪
હજુ સ્કૂલ ઓફલાઇન શરૂ થઈ નથી. તે અગાઉ કેટલીક સ્કૂલોએ તો વાલીઓને રૂબરૂ બોલાવ્યા હતા અને ફી માટે કહ્યું હતું કે બાળકો ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમમાં ભણતા હોય પરંતુ ફી તો ભરવી જ પડશે. ૫૦ ટકા વાલીની સંમિત મળશે તો સ્કૂલો ઓફલાઇન જ ચાલશે જેથી વાલીઓએ સંમિત આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર અત્યારે ૧ થી ૯ ધોરણની સ્કૂલો શરૂ કરવી એ ઉતાવળીયો ર્નિણય છે. હજુ બાળકોની વેક્સિન આવી નથી અને કેસ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યાં છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં સ્કૂલોમાં અનેક બાળકો સંક્રમિત થયા હતા. તે છતાં કોઈ દબાણના કારણે જ શિક્ષણમંત્રી સ્કૂલો શરૂ કરવા ર્નિણય કરી રહ્યા છે. હજુ કેસ વધુ છે માટે સ્કૂલો શરૂ કરવાનાં ર્નિણયમાં ઉતાવળ છે. હજુ ૧૫ દિવસ સુધી રાહ જાેવી જાેઈએ અને કેસ ઘટવા દેવા જાેઈએ. કેસ સંપૂર્ણ કાબુમાં આવે ત્યાર બાદ જ ઓફલાઇન સ્કૂલ શરૂ કરવી જાેઈએ. સ્કૂલો પણ ફી માટે અત્યારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેશે. પરંતુ બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોઈપણ સ્કૂલ તરફથી લેવામાં નહીં આવે. ૧૫ વર્ષથી ઓછી વયના બાળકોની વેક્સિન આવી નથી,કેસ હજુ વધારે આવી રહ્યા છે અને અગાઉ ઓફલાઇન સ્કૂલમાં પણ રોજ અનેક બાળકો સંક્રમિત થતા હતા છતાં શિક્ષણમંત્રી સ્કૂલો ઓફલાઇન શરૂ કરવા ઉતાવળ કરી રહ્યા છે.ફી માફીની જેમ સ્કૂલો શરૂ કરવા પણ શિક્ષણમંત્રી સંચાલકો માટે જ ર્નિણય કરી રહ્યા છે.સંચાલકોને પણ બાળકોના સ્વાસ્થ્યની નહિ પરંતુ ફી લેવાની ચિંતા છે.૨ મહિના જેટલો જ સમય બાકી છે અને કોઈ વાલી ફી નહીં આપે તેવા દરના કારણે સંચાલકો ઓફલાઇન સ્કૂલ શરૂ કરશે.ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે સ્વ ર્નિભર શાળા સંચાલકો દબાણ કરી રહ્યાં છે. જેમાં સૌ પહેલાં રાજ્યના શિક્ષણમંત્રી સમક્ષ શાળાઓ વહેલી તકે શરૂ કરવા રજુઆતો કરી પછી વાલીઓને બોલાવી શાળાઓ શરૂ કરવાના સંમતિ પત્રક આપવાના દબાણ કરવાની સાથે ચોથા ક્વાટરની ફી આપવા માટે પણ શાળા સંચાલકો ઉતાવળા બન્યાં છે. તે જાેતાં સરકાર અને સંચાલકો ભેગા મળીને ઓફલાઈન શિક્ષણ વહેલી તકે શરૂ કરી વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા માટેનો ખેલ કરી રહ્યાં હોય તેવું મનાઈ રહ્યું છે.


Share to