(ડી.એન.એસ),ઉત્તરાખંડ,તા.૦૪
પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ કરતી સુપ્રીમ કોર્ટની ટેકનિકલ કમિટીને માત્ર ૨ લોકોએ તેમના ફોન સબમિટ કર્યા છે. હવે કમિટીએ ફરી એકવાર જાહેર નોટિસ બહાર પાડી છે. ફ્રેન્ચ સ્થિત પત્રકારોના સંઘે ગયા વર્ષે ૫૦,૦૦૦ નંબરના લીક થયેલા ડેટાબેઝને એક્સેસ કર્યો હતો. જેઓને દ્ગર્જીં ગ્રૂપના ગ્રાહકો દ્વારા દેખરેખ માટે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની પેનલે અગાઉ ૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ પણ નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં કમિટીએ જણાવ્યું છે કે, પહેલી નોટિસ બાદ માત્ર ૨ લોકોએ જ ફોન જમા કરાવ્યા છે. ૧૯ જુલાઈ, ૨૦૨૧ ના ??રોજ સંસદમાં બોલતા, કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ભારત સરકારે પત્રકારો, કાર્યકરો, વિપક્ષી નેતાઓ અને મંત્રીઓના ફોન હેક કરવા માટે પેગાસસનો ઉપયોગ કર્યો હતો. આ અહેવાલ ભારતીય લોકશાહી અને તેની સુસ્થાપિત સંસ્થાઓને બદનામ કરવાના પ્રયાસ સિવાય બીજું કંઈ ન હતું. કોંગ્રેસ પાર્ટીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારે “લોકશાહીનું અપહરણ” કર્યું છે અને સુપ્રીમ કોર્ટ સાથે વિશ્વાસઘાત કર્યો છે. એમએલ શર્મા નામના એડવોકેટે ૩૦ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને આ અરજીનો આધાર બનાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોદી સરકારે ૨૦૧૭માં ડિફેન્સ ડીલ હેઠળ ઈઝરાયલના સ્પાયવેર પેગાસસને ખરીદ્યું હતું. અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ડિફેન્સ ડીલની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. શર્માએ એમ પણ કહ્યું હતું કે, આ ડીલને સંસદે મંજૂરી આપી નથી, તેથી પૈસા વસૂલ્યા પછી તેને રદ કરી દેવો જાેઈએ. સુપ્રીમ કોર્ટને પણ આ મામલે ફોજદારી કેસ નોંધવા માટે નિર્દેશ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૭ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ નિષ્ણાત સમિતિની રચના કરી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ આરવી રવિન્દ્રનને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સમિતિની રચના કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દરેક વ્યક્તિની ગોપનીયતા સુરક્ષિત હોવી જાેઈએ. પેગાસસ આઇફોન અને એન્ડ્રોઇડ ઉપકરણોને લક્ષ્ય બનાવે છે. પેગાસસ કોઈપણ ફોન અથવા અન્ય કોઈપણ ઉપકરણ પર દૂરસ્થ રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ફક્ત એક મિસ્ડ કોલ કરીને તમારા ફોનમાં પેગાસસ ઇન્સ્ટોલ પણ કરી શકો છો.
More Stories
નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે નવરંગ વિદ્યામંદિર મોરીયાણાના શાળાના નવા ભવનનું લોકાર્પણ તારીખ ૨૬/૧૨/૨૦૨૪ ના રોજ મોરીયણા ગામે માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ર૧૭મો સરસ્વતિધામ લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો..
પ્રાંત અધિકારી રાજપીપલાએ સપાટો બોલાવ્યો, સાગમટે 4 ઓવરલોડ હાયવાને સાણસા મા લીધા
જૂનાગઢના ભેસાણ ગ્રામ પંચાયતમાં ત્રીજીવાર ગ્રામસભા બોલાવવામાં આવી હતી કોઈ ઠરાવ પાસ નથયા મામલતદાર ટીડીઓજ ગેરહાજરત રહેતા ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર