આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી દ્વારા આયોજિત સી.એચ.સી પટાંગણ મા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી તથા બોડેલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભારતી ગુપ્તા ના અધ્યક્ષ સ્થાને આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા માટે કેમ્પ આયોજિત કરેલ જેમાં ગરીબ દર્દીઓ ને ગંભીર રોગો તેમજ મોટા મોટા કરવા પડતા ઓપરેશનો માટે મોટા મોટા ખર્ચા માથી છુટકારો મળે અને દર્દી ને મફત સારવાર મળે તેવા એક ઉત્તમ આશય થી કેમ્પ નું આયોજન કરવામાં આવે જેમાં અલીપુરા સરપંચ તથા ગ્રામ પંચાયત સભ્ય પણ હાજર રહેલ. સદર કેમ્પ મા નવા આયુષ્માન ભારત કાર્ડ, નવા નામ ઉમેરવા, માં અમૃતમ કાર્ડ માથી તબદીલ કરી આયુષ્માન ભારત કાર્ડ મા તબદીલ કરવા જેવી તમામ કામગીરી કરી લાભાર્થી ઓ ને સ્થળ પર જ કાર્ડ પણ કાઢી આપાવામાં આવેલ. કેમ્પ મા કુલ 178 લાભાર્થીઓ એ કાર્ડ કઢાવી આયુષ્માન ભારત નો લાભ લીધેલ. જેના કેમ્પ ના અંતે બોડેલી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભારતી ગુપ્તા મેડમે તમામ લાભાર્થી ઓ નો આભાર માન્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.