September 11, 2024

ધારાસભ્ય મહેશ વસવા એ ગેંગરેપ પીડિતા ને ન્યાય મળે તે માટે ગૃહ રાજ્ય મંત્રી હર્સ સંઘવી ને પત્ર લખ્યો..

Share to




દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામની અંદાજિત ૧૭ વર્ષની ( સગીરા ) છોકરી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મોઝદા ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે . તેઓ તારીખ ૩૧-૧-૨૦૨૨ના રોજ ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી હતી અને ડેડીયાપાડા આવી ગયેલ હતી . જ્યાં તેની પર અલગ અલગ ૪ જગ્યાએ ગેંગરેપ થયેલ છે . અને તે તા . ૧-૨- ૨૦૨૨ ના સાંજે ૬ વાગ્યે દેડીયાપાડા પોતાના માસીના ઘરે આવેલ હતી અને તેની સાથે થયેલ ઘટનાની જાણ તેમની માસીને કરેલ અને આ બાબતે તા . ૧-૨-૨૦૨૨ ના રોજઆ ઘટનાની જાણ દેડીયાપડા પોલીસને પણ કરેલ અને આ બાબતની જાણ મહેશ ભાઈ વસાવા ને કાર્યકર્તા ઓ દ્વારા થયલે છે . જેથી પીડિતા ને ન્યાય મળે તે માટે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી તેઓની સામે ૧ માસમાં સખતમાં સખત કાર્યવાહી કરવાં માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેશ ચલાવી ફાંસી સુધીની સજા કરી પીડિતાને ન્યાય અપાવવા ધાર સભ્ય મહેશ ભાઈ વસાવા એ પત્ર મા ઉલ્લેખ કરાયો છે..


Share to

You may have missed