November 21, 2024

સાવલી ગામેથી બોગસ તબીબ પકડાયો: નર્મદા જિલ્લામાં બોગસ તબીબો પકડવાનો સિલસિલો યથાવત

Share to

ઈકરામ મલેક: રાજપીપળા

ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના થી હાલ કોરોના મહામારી હોઈ ને ગુજરાત મા બોગસ કે નકલી તબીબ તરીકે પ્રેક્ટિસ કરતા ડોકટરો ને પકડી પાડવા ની વિશેષ કામગીરી મા પ્રથમ બોગસ તબીબ સાગબારા તાલુકા ના સીમઆમલી ગામે થી ઝડપાયા બાદ વધુ એક બોગસ તબીબ તીલકવાળા તાલુકા ના સાવલી ગામે થી LCB પોલીસ દ્વારા ઝડપી લેવાયો છે.

પોલીસ ને મળેલ બાતમી ને આધારે વજેરિયા PHC ના મેડિકલ ઓફિસર ને સાથે રાખી સાવલી ગામે ખાનગી મકાન મા ડોકટર તરીકે ની પ્રેક્ટિસ કરતા સુભાષચંદ્ર સનાતન મલ્લિક પાસે ડોકટર તરીકે ની પ્રેક્ટિસ કરવામાટે ની જરૂરી ડિગ્રી દસ્તાવેજ ની માંગણી કરતા એવું કોઈ દાસ્તવેજ મળી આવેલ નહીં, આથી વગર લાયકાતે એલોપેથી દવાઓ અને ઇન્જેક્શન દ્વારા દર્દીઓ ની સારવાર કરી જોખમ ઉભું કરવાના આરોપસર બોગસ ડોકટર ની ધરપકડ કરવામાં આવી હતી અને 54 હજાર રૂપિયા જેટલી કિંમત ની દવાઓ સિઝ કરવામાં આવી હતી અને IPC 336 અને ડ્રગ કોસ્મેટિક્સ એકટ તેમજ મેડિકલ પ્રેક્ટિશનર એકટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.


Share to

You may have missed