November 21, 2024

દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામનો ઈસમ નકલી પોલીસ બની લોકોમાં રોફ જમાવી રહ્યો હતો જે દાંતીવાડા પોલીસ દ્વારા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો…

Share to

*પાલનપુર…*
આમ જોવા જઈએ તો દિવસે ને દિવસે લોકો સાથે છેતરપિંડી ના કિસ્સાઓ વધારે સામે આવતા હોય છે.ત્યારે આવો જ એક કિસ્સો દાંતીવાડા તાલુકા ના ધાનેરી ગામનો રહેવાસી ચૌધરી વીરસંગ કાળુભાઇ નામનો શખ્સ નકલી પોલીસ બની રોફ જમાવતો હતો . અને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જો હાલ ની આ કોરોના ની કપરી પરિસ્થિતિ પ્રમાણે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી પણ કેટલાક લોકો તો પ્રાથમિક જરૂરિયાત થી પણ વંચિત છે અને જો આવા લોકો સાથે જ આવા અસમાજિક તત્વો દ્વારા છેતરપિંડી આચરવામાં તો તેમની પરિસ્થતિ તો કફોડી બની જાય છે . જે લોકો પોતાના ભરણ પોષણ માટે અને જીવન ટકાવી રાખવા માટે કાળી મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે અને એમાં પણ જો આવા અસમાજિક તત્વો દ્વારા કોઈ છેતરપિંડી આચરવામાં આવે તો પછી આવા લોકોને જીવવું મુશ્કેલ બની જાય છે .

..ત્યારે વાત કરવામાં આવે તો દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના રહેવાસી ચૌધરી વિરસંગ કાળુભાઈ ખાખી વર્દી પહેરી એરગન સાથી નકલી પોલીસ બન્યો હતો. જે દાંતીવાડા પોલીસ સ્ટેશન ના કોલોની વિસ્તારમાંથી દાંતીવાડા પોલીસે પકડી પાડયો હતો.
એ.આર. ચૌધરી પોલીસ સબ ઇસ્પેક્ટર દાંતીવાડા ના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા પોલીસ સ્ટાફ દાંતીવાડા કોલોની વાહનચેકીંગ માં હતા તે દરમિયાન એક ઈસમ મોટર સાયકલ લઈને આવતા તેની મોટર સાયકલ માં આગળ ના ભાગે પોલીસ લખેલું હતું તેમજ તેને ખાખી કલર નું પેન્ટ તેમજ કાળા કલરના હોલ બૂટ પહેરેલા હતા અને તેની પાછળ બેગ લટકાવેલી હતી ,જેથી તેના ઉપર શંકા જતા તેની બેગ ની તપાસી લેવામાં આવી હતી જેમાંથી એક ખાખી કલર નો પોલીસ નો શર્ટ તેમજ કાળા કલર ની બેરેટ વાલી ટોપી તથા એક એરગન મળી આવતા તેની પાસે પોલીસ નું આઈ કાર્ડ માંગતા આઈ કાર્ડ ના હોવાથી તેનું નામઠામ ની પૂછપરછ કરવામાં આવી હતી જે દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામનો વિરસંગ કાળુભાઇ ચૌધરી હોવાનું જણાવ્યું હતું, અને પોતે વટ જમાવવા માટે ડુપ્લીકેટ પોલીસ બની ફરતો હોવાનું જણાવતા તેના વિરુદ્ધ માં દાંતીવાડા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

રિપોર્ટર વેલાભાઈ પરમાર બનાસકાંઠા


Share to

You may have missed