November 21, 2024

૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની કલેટરશ્રીના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે ઉજવણી કરવામા આવી

Share to



ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૫મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામા આવે છે.૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી તા. ૨૫/૧/૨૦૨૨ના રોજ છોટાઉદેપુર જિલ્લાના સંકલન હોલ ,જિલ્લા સેવાસદન ખાતે કલેટર શ્રી સ્તુતિ ચારણના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચુઅલ ઉજવણી સાથે જોડાઇને ઉજવણી કરવામા આવી હતી. સદરહુ રાજ્ય કક્ષાના ૧૨મા રાષ્ટ્રીય મતદાતા દિવસની વર્ચુઅલ ઉજવણીમાં માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી અનુપમ આનંદજી(આઇએએસ) દ્વારા મતદાર યાદીના હેલ્થ પેરામીટરને ધ્યાનમાં રાખી માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી સ્તુતિ ચારણને રાજ્ય કક્ષાનો Best District Election Officer Awardથી સન્માનિત કરવામા આવેલ છે.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી. કે.જે. જાડેજા ,નાયબ ચૂંટણી અધિકારીશ્રીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ. ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ તમામ ઉપસ્થિત અધિકારીશ્રી ઓ/ કર્મચારીશ્રીઓ તથા મહાનુભાવો દ્વારા મા. રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યુ હતુ.
આ કાર્યક્રમમાં સિનીયર મતદાતાઓનું માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી,છોટાઉદેપુર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ,આ પ્રસંગે માન. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓના હસ્તે યુવા મતદારોને ચૂંટણી કાર્ડનુ વિતરણ કરવામા આવ્યુ હતુ તથા મતદાર સાક્ષરતા ક્લબ અંતર્ગત વિવધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે વર્ષ ૨૦૨૨ દરમિયાન મતદાર યાદી સાથે સંકળાયેલ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને મતદાર યાદી સંબંધે આ સમયગાળા દરમિયાન તેઓ દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨માં E.P.Ratio,યુવા મતદારોમાં વધારો જેવી કરેલ સારી કામગીરી બદલ પ્રોસાહન માટે પ્રમાણપત્રો એનાયત કરવામા આવ્યા હતા.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed