November 21, 2024

આદીવાસી જન સેવા ટ્રસ્ટ, દ્વારા કોરોના જન જાગૃતિ ની શિબિર નું આયજન કરાયુ

Share to

ઈકરામ મલેક: નર્મદા

દેડિયાપાડા તાલુકાના ડુમખલ ગામના સ્થાનિક વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજના પ્રાયોજના વહીવટદાર કચેરી, રાજપીપળા પ્રેરિત કોરોના જન જાગૃતિ આરોગ્યલક્ષી શિબીર તથા માર્ગદર્શન નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ડૉ. પ્રીતિ પટેલ (આયુર્વેદિક હોસ્પિટલ બારડોલી), NPWF સંસ્થા અધ્યક્ષ ભરત એસ તડવી(NVG), ડૉ. મિત્તલ વસાવા (PHC પીપલોદ), મહિલા માગૅદશૅક પરિધાબેન વસાવા,
AJSTના અધ્યક્ષ ગોપાળભાઈ વસાવા આચાર્યશ્રી સુરેન્દ્રભાઈ વસાવા, ની અધ્યક્ષતા માં કાર્યક્ર્મ યોજાયો હતો.


કોરોના જન જાગૃતિ આરોગ્ય લક્ષી શિબીર આયોજીત અમલીકરણ સંસ્થા તરીકે આદીવાસી જન સેવા ટ્રસ્ટ, પલસી કાર્યરત્ શિબીર યોજાઇ હતી. કોરોના જન જાગૃતિ આરોગ્યલક્ષી શિબીર માં હાલ ચાલી રહેલા Covid-19 ની ત્રીજી લહેર ની સભાનતાઓ અને સાવચેતી ઓને ધ્યાનમાં લઇ યોજવામાં માં આવી સાથે ડૉ. પ્રીતિ પટેલ દ્વારા આયુર્વેદિક વનસ્પતિઓ દ્વારા દેશી ઉપચાર અને ઘરેલુ ઉપચાર અંગે ની વિસ્તાપૂર્વક માહીતી આપવામાં આવી સાથે નર્મદા જિલ્લો વનસ્પતિઓ અને જંગલ સાથે સંકળાયેલો જિલ્લો હોવાની વિશેષ લોકો ને આયુર્વેદિક વનસ્પતિઓ ની ઓળખ આપી વનસ્પતી વૃક્ષો નું વૃક્ષારોપણ કરી આયુર્વેદિક વૃક્ષો નું જતન કરી સ્વાસ્થ્ય અને પર્યાવરણ નું પણ જતન કરી શકાય તે અંગે ની ખાસ પહેલ કરાઇ હતી. ભરત એસ તડવી (NVG) દ્વારા બાળકો પ્રત્યે ની સભાનતા અને Covid 19 ગાઈડલાઈન અંગે વિસ્તાપૂર્વક માહીતી આપી 150 શિબિરાર્થીઓ ને માસ્ક અને સેનિટાઈઝર , ઉકાળાનાં પેકેટ, આયુર્વેદિક ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું અને અંતમાં સુરેન્દ્રભાઈ વસાવા દ્વારા કાર્યક્ર્મની તમામ મહેમાનો અને શિબીરાર્થી ઓનો આભાર વ્યક્ત કરી અલ્પાહાર કરાવી કાર્યક્ર્મ પૂર્ણ કરવામાં આવ્યો હતો.


Share to

You may have missed