December 22, 2024

કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક બે ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યકિતઓને ઇજા થવા પામી

Share to


:: નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ,પાલેજ વચ્ચે આવેલા દેથાણ ગામ નજીક બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજાઓ થતા સારવાર અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા 108 પાલેજના કર્મીઓ પાયલોટ મુનાફ પટેલ તેમજ ઇ.એમ.ટી અમીત સોલંકી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક સવારના સમયે બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સૂકા ધનજી રાઠવા તેમજ રોહિત સૂકા રાઠવા બન્ને રહે. રામા પલસાડી તા. નસવાડી ને ઇજાઓ થતા પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા સૂકા ધનજી રાઠવાને મોઢા તેમજ પગના ભાગે ઇજાઓ થવા પામી હતી જ્યારે રોહિતને સામાન્ય ઇજાઓ થઇ હતી સર્જાયેલા અકસ્માતમાં બન્ને ટેમ્પોને ભારે નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો અક્સ્માતની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા અક્સ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે જાણવા મળ્યું નથી

રિપોર્ટ બાય,યુસુફ મલેક


Share to

You may have missed