ભરૂચ શહેર અને જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બન્યા હોય તેમ એક બાદ એક બુટલેગરોને ત્યાં ક્રાઈમ બ્રાંચ અને તેથી વધુ સ્ટેટ વિજિલન્સને દરોડા પાડવા પડે તેવી નોબત આવી છે રાજ્યના ગૃહ પ્રધાન અને ભરૂચ ભાજપના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના જિલ્લામાં જાણે કે દારૂ બંધી લૂંગીની જેમ બની છે જે બહાર થી બંધ છે અને અંદર થી ખુલ્લું હોય તેમ જ કંઇક ભરૂચમાં ચાલી રહ્યું છે ભરૂચ શહેરમાં કેટલાય એવા વિસ્તારો છે જ્યાં દેશી,વિદેશી દારૂ જાણે કે બિંદાસ અંદાજમાં વેચાઇ રહ્યું છે સવાર પડે ને રોજ નવો બુટલેગર માથું ઉચકતો હોય અને ઝડપાઇ ગયો હોય તે પ્રકારની પ્રેસનોટ ખુદ પોલીસ વિભાગ જ પત્રકારો સુધી પહોચાડી રહી છે ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે ગાંધીના ગુજરાતમાં અને ખાસ કરી ભરૂચના પ્રભારી પ્રદીપસિંહના જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ એ સમાજને ચિંતામાં મુકે તેમ છે
ભરૂચ શહેરના અયોધ્યા નગર વિસ્તારના સંતોષી માતાના મંદિર નજીક રહેણાંક મકાનમાં ગતરોજ ક્રાઈમ બ્રાંચની ટિમ પેટ્રોલિંગમાં હતી દરિમ્યાન પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ ને મળેલ બાતમીના આધારે દરોડા પાડી બુટલેગર મુકેશ બચુભાઈ સોલંકીને ભારતીય બનાવટની 104 નંગ બોટલ જેની કિંમત રૂ.52 હજાર અને એક મોબાઈલ મળી કુલ 52,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે
More Stories
જુનાગઢ માં Skating Against Drugs.Say No To Drugs થીમ આધારીત સ્પર્ધાનું આયોજન પોલીસ અધિકક્ષ હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લામાંથી 350 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન સામે ગુનો નોંધાયો.
જુનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સોનાના દાગીના ની ચોરીમા ગયેલબેગ કિમંત રૂ.૩,૯૨,૮૫૦ દાગીના મુળ માલીક મહિલા અરજદાર ને પો.ઇન્સ. ડી.કે.સરવૈયા સાહેબના હસ્તે પરત અપાવતી જૂનાગઢ તાલુકા પોલીસ