December 17, 2024

હળવદ પોલિશ નિસક્રિય તસ્કરોને મોકડું મેદાન મળ્યું, પ્રજા ચિંતિત

Share to


હળવદમાં તસ્કરો અનલોક થયા હોય તેમ બે દિવસમાં ચોરીના બે બનાવને અંજામ આપી તગડો હાથ ફેરો કરી લીધો છે. જો કે નવાઇની વાતતો એ છે કે આ બન્ને બનાવમાં હજુ સુધી પોલીસ દ્વારા માત્ર અરજી જ લેવાઈ છે તસ્કરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ન હોવાનું સામે આવ્યું. જેથી પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

હળવદમાં તસ્કરો સક્રિય બન્યા છે જેની સામે પોલીસ સતત નિષ્ક્રિય રહેતી હોય જેના કારણે છેલ્લા એકાદ મહિનામાં જ ચારથી વધુ ચોરીના બનાવો સામે આવ્યા છે જેમાં હજુ એક પણ ચોરને પકડવામાં હળવદ પોલીસને સફળતા મળી નથી. શહેરના જાનિફળી વિસ્તારમાં બંધ રહેણાક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યા બાદ મેઈન બજારમાં પણ દુકાન તોડી તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ત્યારે ગઇકાલે પણ બસ સ્ટેશન રોડ પર આવેલ જય મોગલ નામની મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિરાંતે ચોરી કરી દોઢ લાખથી વધુના મોબાઇલ ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું.સતત બીજા દિવસે પણ તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તાલુકાના સુખપર ગામે રહેતા બનાભાઈ ઠાકોરના ભાઈ કે જેઓ હાલ સુરત રહેતા હોય અને જેઓનો સરસામાન તેમના ભાઈના ઘરે રાખેલ હોય જેથી ગત રાત્રીના મકાનની પાછળની બારી તોડી અંદર તસ્કરોએ પ્રવેશ કરી સોનાનો હાર, પાનબુટ્ટી, વિટીઓ, ઓમ સહિત છ તોલા જેટલું સોનું અને ૨૫૦ ગ્રામના વિવિધ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની બનાભાઈએ લેખીતમાં હળવદ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

પાર્થ વેલાણી


Share to

You may have missed