November 21, 2024

નેત્રંગમાં દુકાનનો વકરો સારો ચાલતો હોય તેની રીષ રાખી મારમારી હિંસક બનીપોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી.

Share to


તા.૨૩-૬-૨૦૨૧ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ચારરસ્તા ઉપર જયેશભાઇ વસંતલાલા ચોકસીનો જનરલ સ્ટોર આવેલ છે.અને તેની બાજુમાં સંજયભાઇ ચંદુભાઈ રાવળ શાકભાજીની દુકાન આવેલ છે,શાકભાજીની દુકાનમાં વકરો સારો ચાલતો હોય તેની રીષ રાખીને ચંદ્રેશકુમાર વસંતલાલ ચોકસીએ ઉશ્કેરાટમાં આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ઠપકો આપતો હતો.ત્યારે યશ ચંદ્રેશભાઇ ચોકસી અને જય ચંદ્રેશભાઇ ચોકસીએ કૃતિક સંજયભાઇ રાવળને લોખંડ પાઇપ વડે પગ-માથા અને શરીરના ભાગે હુમલો કરતાં લોહીલુહાણ થઇને જમીન ઉપર ઢળી પડ્યો હતો.ત્યારે ચંદ્રેશકુમાર વસંતલાલ ચોકસી અને પારૂલબેન ચંદ્રેશકુમાર ચોકસીએ કૃતિક સંજયભાઇ રાવળ પકડી રાખીને હવે પછી આવો ઠપો આપવા આવશે તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી.ઇજાગ્રસ્ત કૃતિક સંજયભાઇ રાવળને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનની ગંભીરતા જાણી નેત્રંગ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયૉ હતા.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed