November 21, 2024

આરોગ્ય વિભાગ દ્વારા બોડેલી નજીક હાઈવે પર ચેક પોસ્ટ ઊભી કરી વાહનચાલકો અને વાહન સવાર લોકોને થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું

Share to



છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સહિત ઓમીક્રોન વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી તાલુકા સહિત જિલ્લામાં પણ કોરોના ના કેસ સામે આવ્યા છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે આરોગ્ય વિભાગ દ્વારા બોડેલી નજીક બે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે

રાજ્યમાં કોરોના સહિત ઓમીક્રોન વાઇરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બોડેલી તાલુકા સહિત જિલ્લામાં પણ કોરોના કેસોમા વધારો થયો છે જેને લઈ જિલ્લા સહિત બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ હરક્તમાં આવ્યું છે આરોગ્ય વિભાગ દ્વારા બોડેલી – હાલોલ હાઇવે પર ચેકપોસ્ટ ઉભી કરી બહાર થી જિલ્લામાં આવતા વાહન ચાલકો સહિત વાહનમાં સવાર લોકો નું થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ વાહન ચાલકોની હિસ્ટ્રી નોંધવામાં આવી રહી છે જ્યારે બોડેલી તાલુકા સેવા સદન પાસે અન્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા વડોદરા સહિત અન્ય જિલ્લા માંથી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશતા પેસેન્જર તથા વાહન ચાલકોની ટ્રાવેલની જાણકારી મેળવી નામ, સરનામાં તેમજ ગાડી નંબર નોંધી થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે
રાજ્યમાં કોરોના સહિત ઓમીક્રોન ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે બોડેલી સહિત સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કેસ સામે આવ્યા છે કોરોના સહિત ઓમીક્રોનનું સંક્રમણ તાલુકાના સહિત જિલ્લામાં ફેલાય નહિ તે માટે આરોગ્ય વિભાગ હરક્તમાં આવ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ડોમ ઉભું કરાયું છે

આરોગ્ય વિભાગ દ્વારા બોડેલી નજીક હાઈવે પર ચેક પોસ્ટ ઊભી કરી વાહનચાલકો અને વાહન સવાર લોકોને થર્મલ સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed