November 21, 2024

બોડેલી માં પાણી પુરૂ પાડતા કૂવા પાસે જ બેફામ રેતી ખનન બોડેલી પંચાયત દ્વારા રેતી ખનન અટકાવવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર ને લેખિત રજૂઆત

Share to



બોડેલી ગામ ને પાણી પૂરું પાડતા કૂવા ની બાજુમાં જ રેતી ખનન થતાં રેતી ખનન બંધ કરવા માટે બોડેલી સરપંચ દ્વારામામલતદાર અને પ્રાંત અધિકારી ને રજુઆત કરવા મા આવી હતી
બોડેલી ગ્રામ પંચાયત અને બીજા વિસ્તારને પાણી પુરૂ પાડતો કૂવો ઓરસંગ નદીમાં આવેલો હોય
ત્યાં કુવા પાસે ખુલ્લેઆમ રેતી ખનન ચાલતું હોવાને લીધે પૂરતું પાણી ન આવતું હોવાની ફરિયાદ આવતા કુવા પાસે ચાલતું રેતી ખનન બંધ કરવા માટે બોડેલી સરપંચ દ્વારા પ્રાંત અધિકારી અને મામલતદારને કૂવા પાસે ચાલતા રેતી ખનનને તંત્ર અટકાવે તેવી રજૂઆત કરવામાં આવી
બોડેલી સહિત જિલ્લા ભરમાં રેતી ખનન બેફામ ચાલી રહ્યું છે. તેની વિપરીત અસર પ્રજા ભોગવી રહ્યું છે. બોડેલી ગ્રામ પંચાયત માં પાણી પુરૂ પાડતા કૂવા પાસે જ રેતી ખનન ચાલી રહ્યું છે. Jcb મશીન લગાવી આડેધડ રેતી ખોદાઈ રહી છે. ટ્રકો ની લાઈન જોવા મળે છે.

ભર શિયાળામાં બોડેલી માં પાણી ની તંગી જોવા મળી છે.
ત્યારે આવનારા સમયમાં લોકોને પાણી માટે તકલીફ ન પડે તેના ભાગરૂપે બોડેલી ગ્રામ પંચાયત દ્વારા કુવા પાસે રેતી ખનન બંધ કરવા માટે પ્રાંત અધિકારી અને મામલતદાર ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed