December 22, 2024

વિશ્વ યોગ દિવસ નિમિત્તે પતંજલિ નર્સિંગ કોલેજમાં ઓનલાઈન યોગનિદર્શન કાર્યક્રમ યોજાયો

Share to


આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પતંજલિ નર્સિંગ કોલેજમાં ઓનલાઈન યોગનિદર્શન કાર્યક્રમ યોજાયો હતો.યોગ એટલે योग: चित्तवृति: निरोध: , તન, મન અને આત્માનું મિલન એટલે યોગ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હળવદની પતંજલિ નર્સિંગ કોલેજમાં યોગાસનનું નિદર્શન,સૂર્યનમસ્કારનું મહત્વ અને રુષિ પતંજલિના યોગસૂત્રનુ પારાયણ એવા ત્રિવિધ ઝૂમ એપ પર ઓનલાઈન કાર્યક્રમો યોજાઈ ગયા. કોલેજના ડો. અલ્પેશ સિણોજીયાએ યોગને માત્ર કસરત તરીકે ન લેતા એક જીવનદ્રષ્ટિ તરીકે જીવનમાં વણવા માટે આહ્વાન કર્યું હતુ જ્યારે પતંજલિ યોગશાસ્ત્રના પહેલા અધ્યાયના તમામ યોગસૂત્રો કંઠસ્થ કરનાર ટ્રસ્ટી રમેશ કૈલાએ ષડ્દર્શનમાં યોગસૂત્રોનું પારાયણ અને અનુવાદ સમજાવ્યું હતું. રાજ્ય યોગ બોર્ડના ઈન્સ્ટ્રક્ટર દેવ રાઠોડ સરે કેટલાક યોગાસનનું નિદર્શન કરાવ્યુ હતું. આજના કોરોના સમયમાં ‘ prevention is better than cure ‘ એ ન્યાયે અને માનસિક રીતે મજબૂતી આપવાનું કામ યોગ કરે છે તે સાર્થક થયું હતુ.

પાર્થ વેલાણી


Share to

You may have missed