December 22, 2024

બોડેલીના ખાતે છોટાઉદેપુર જિલ્લા મીડિયા વિભાગની પરિચય બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ મધ્યઝોનના

Share to

પ્રવક્તા ડો.જ્યોતિબેન પંડ્યા,મધ્યઝોનના કન્વીનર સત્યેનભાઈ કુલાબકર,સહ કન્વીનર રાજેશભાઈ પરીખ સહીત છોટાઉદેપુર જિલ્લાના કન્વીનર,સહ કન્વીનર,તાલુકા મીડિયા ઇન્ચાર્જો,સહ ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની મધ્યઝોન વિભાગ છોટાઉદેપુર જિલ્લા મીડિયા વિભાગની પરિચય બેઠક બોડેલી ખાતે યોજાયી હતી.જેમાં ગુજરાત પ્રદેશ મધ્યઝોનના પ્રવક્તા ડો.જ્યોતિબેન પંડ્યા,મધ્યઝોનના કન્વીનર સત્યેનભાઈ કુલાબકર,સહ કન્વીનર રાજેશભાઈ પરીખ સહીત છોટાઉદેપુર જિલ્લાના કન્વીનર,સહ કન્વીનર,તાલુકા મીડિયા ઇન્ચાર્જો,સહ ઇન્ચાર્જો ઉપસ્થિત રહ્યા હતા.મધ્યઝોન કન્વીનર સત્યેનભાઈ કુલાબકરે જિલ્લા મીડિયાના પદાધિકારીઓને ૨૦૨૨ માં
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોરોનાકાળમાં રસીકરણ સહીત સરકારે કરેલ સરાહનીય કામગીરીને પ્રજા સમક્ષ ઉજાગર કરવા આહવાન કર્યું હતું.ડો.જ્યોતિબેન પંડ્યાએ નવી મીડિયાની ટીમને અભિનંદન પાઠવી આગામી સમયમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલજીને વિધાનસભાની ૧૮૨ સીટોના લક્ષ્યને પૂરું પાડવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આભારવિધિ જિલ્લા મીડિયા સહ કન્વીનર મિતેશભાઈ પટેલે કરી હતી કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા મીડિયા કન્વીનર પરિમલ પટેલે કર્યું હતું.



ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed