December 22, 2024

ભરૂચ એ ડિવિઝન પોલીસે ભરૂચ શહેરમાં મોટર સાઇકલોની ચોરી કરતા એક ઈસમને ઝડપી પાડયો

Share to


ભરૂચ જિલ્લામાં ચોરી, મારામારી, લૂંટફાટ,જુગાર અને હત્યાના બનાવ ઘણા વધી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુબેંશ શરૂ કરવામાં આવી છે ગઈ તારીખ 18/06/2021 ના રોજ ભરૂચ શહેરમા આવેલ લિંકરોડ નજીક આવેલ આશુતોષ સોસાયટીમાં આવેલ બંધ મકાનની આગળ પાર્ક કરેલ હોન્ડા પેશન પ્રો મોટર સાઇકલ નંબર GJ/16/BR/ 1194 જેની કિંમત રૂપિયા 20,000/- હતી તેની ચોરી થઇ હતી જે અંગે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
બીજા ગુનામાં તા 19/06/2021 ના રોજ ભરૂચ શહેરમાં આવેલ સિલ્વર સ્કેવર નજીક આવેલ SVC બેંકના પાર્કિંગ માંથી હીરો સ્પલેન્ડર પ્રો મોટર સાઇકલ નંબર GJ/16/BH/4463 જેની કિંમત 25,000/- ની ચોરી થઇ હતી જેનો ગુનો ભરૂચ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં IPC કલમ મુજબ ગુનાઓ દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરિમ્યાન ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે મળેલ માહિતી મુજબ આસુતોષ સોસાયટી માંથી થયેલ મોટર સાયકલ પેશન પ્રો જેની અસલ નંબર પ્લેટ ઉપર બીજી નંબર પ્લેટ GJ/16/CJ/0815 હતી જે ભરૂચ શહેર મોદી બાગ નજીક થી આરોપી સુનિલભાઈ રાજુભાઈ વાધરી રહે, મોફેસર જીન કંમ્પાઉન્ડ.ભરૂચ ને ઝડપી પાડવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ જથ્થો ધરવામાં આવી હતી આરોપીની વધુ પૂછપરછ દરિમ્યાન સિલ્વર સ્કવેર નજીક ચોરાયેલ બાઈક પોતાના ઘરમાં નંબર પ્લેટ તોડી સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું જેની ભરૂચ એ ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી


Share to

You may have missed