December 22, 2024

ભરૂચ માં સીટી બસ સેવા સામે આક્રમક બન્યા રીક્ષા ચાલકોભરૂચ શહેરમાં સીટી બસ સેવા ચાલુ કરવામાં આવતા જ રીક્ષા ચાલકો લાલઘૂમ બન્યા છે કોરોના

Share to

મહામારીના લોકડાઉન બાદ થી આર્થિક તંગી અનુભવતા રીક્ષા ચાલકો હવે તંત્ર પાસે સીટી બસ સેવાને લઇ રજુઆત કરવા માટે પહોંચી રહ્યા છે રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયેલા રીક્ષા ચાલકોએ કલેક્ટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો ટ્રાફિકને અડચણ રૂપ હોય તો પોલીસ કાર્યવાહી કરે છે પરંતુ સીટી બસો મન ફાવે ત્યાં ટ્રાફિકને અડચણ થઇ રસ્તે ઉભેલા પેસેન્જરોને જે તે સ્થાને થી બેસાડી લે છે જેના કારણે રીક્ષા ચાલકોને આર્થિક રીતે ભારે ફટકો પડી રહ્યો છે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે રીક્ષા ચાલકો સીટી બસનો વિરોધ નથી કરતા પરંતુ જે તે બસ સ્ટેન્ડ પરથી જ પેસેન્જરોને બેસાડવામાં આવે તે પ્રકારની સૂચના બસના સંચાલકોને આપવી જોઈએ જેથી રીક્ષા ચાલકોની પણ રોજી રોટી ચાલતી રહે અને તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જો તંત્ર રીક્ષા ચાલાકોની રજુઆત ધ્યાન ઉપર નહિ લે તો તેઓ પરિવાર સાથે રસ્તા ઉપર ઉતરી આવી બેસી જઈશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી


Share to

You may have missed