November 21, 2024

બોડેલીમાં વિદ્યાર્થીઓને વેક્સિન આપવાની શરૂઆત

Share to



બોડેલી ખત્રી વિદ્યાલય ખાતે પ્રથમ દિવસે સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર રસી મુકાવી હતી

વિશ્વભરમાં દિવસે દિવસે વધી રહેલા કોરોના તથા ઓમીકરોન ના કેસો એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ડોક્ટર્સ તથા એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે કોરોના ની ત્રીજી લહેર બાળકો માટે વધુ ઘાતક હોય તેના બચાવ અંગે સરકારે ૧૫થી ૧૮ વર્ષના તમામ બાળકોને કોરોના વિરોધી રસી મુકવા જણાવ્યું છે જેને અંતર્ગત બોડેલી તાલુકાની ખત્રી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રસી મુકાવી હતી

બોડેલી માં ખત્રી વિદ્યાલયમાં તારીખ 3 જાન્યુઆરી ના રોજ ખત્રી વિદ્યાલયમાં ૧૫થી ૧૮ વર્ષના ઉંમરના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ ને વેક્સિન બાબતે સમજણ આપીને વેક્સિન આપવામાં આવી હતી ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ વેક્સિન લેવા ઉત્સાહભેર તૈયાર થઈ ગયા હતા અને લાંબી કતારો જોવા મળી હતી આ કાર્યક્રમમાં બોડલી તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા ત્યાં હાજર રહેલ મેડિકલ ઓફિસર તેમજ ખત્રી વિદ્યાલય ના બાળકો ના વાલીઓ તેમજ. પ્રિન્સીપાલ યુ, વાય, ટપલા સાથે રહીને બાળકોને વેક્સીન અપાવી હતી હાજર રહેલ phc મોટી બુમડી ના ડોક્ટર મેડિકલ ઓફિસર તેમજ અલી ખેરવા phc મા ફરજ બજાવતો સ્ટાફ તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા ખુબ સરસ રીતે વેક્સિન આપવાની કામગીરી કરી હતી


ઈમરાન મન્સૂરી બોડેલી


Share to

You may have missed