November 21, 2024

બોરીદ્રા અને ખામર વચ્ચે થયેલા ટ્રક અકસ્માત મા ચાલક નું રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં મૌત નીપજ્યું

Share to

નર્મદા જિલ્લા ના રાજપીપળા નજીક આવેલા ખામર બોરીદ્રા પાસે બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માત મા ચાલક નું રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૌત નીપજ્યું.

ઈકરામ મલેક (રાજપીપળા)

ગત તારીખ 1 જાન્યુઆરી 2020 ના રોજ બપોરના 1:00 બોરીદ્રા અને ખામર ગામની વચ્ચે બે ભારદારી વાહનો વચ્ચે ઓવરટેક કરતા અકસ્માત થતાં મહારાષ્ટ્રના ટ્રકચાલકનું રાજપીપળા સિવિલમાં તારીખ 2 જાન્યુઆરી ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

મહારાષ્ટ્રની પ્રકારના ચાલક ને ગંભીર ઇજાઓ થતાં તેઓને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ દ્વારા લાવવામાં આવેલા હોવાની માહિતી સાંપડી રહી છે ટ્રક ચાલક ના સાથીદાર ક્લીનર દ્વારા કહેવામાં આવ્યું કે ચાલકને ગંભીર ઇજાઓ થઇ હતી પરંતુ તેને યોગ્ય અને જરૂરી સારવાર સમયસર મળી ન હતી આમ તેમણે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના ડોકટરો ની કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. મરણ જનાર ટ્રકચાલક ના સગા સંબંધીઓ રાજપીપળા આવી મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી તેઓને તેઓના મૃતદેહને તેમનાં વતન લઈ જવા માટે ની વ્યવસ્થા એમ્બ્યુલન્સ દ્વારા કરવામાં આવી હતી

રાજપીપળા નજીક આવેલા ખામર અને બોરીદ્રા ગામ પાસેના ટેકરા ઉપર વારંવાર ભારદારી વાહનો ના અકસ્માતોની ઘટનાઓ બની રહી છે અને અકાળે લોકોના મોત થઇ રહ્યા છે, રોડ મા આવતા તીવ્ર વણાક દૂર કરવામાં આવે અને દિશા સૂચક ચિન્હો અને રાત્રીના રોડ ઉપર રિફલેક્ટર મૂકી વાહનોને રોડ રસ્તો દેખાય તે રીતની જો કામગીરી કરવામાં આવે રોડ વિભાગ દ્વારા તો અકસ્માતોમાં ઘટાડો કરી શકાય જાનમાલના નુકસાનની ટાળી શકાય તેમ છે.


Share to