November 21, 2024

કડક પોલીસ અધિકારી ની છાપ ધરાવતા રાજપીપળા પો.સ્ટે ના PSI એમ.બી ચૌહાણ નું માનવીય અભિગમ: લોકો ને માસ્ક નું વિતરણ કરી જાગૃત કર્યા

Share to

ઈકરામ મલેક: રાજપીપળા

સામાન્ય રીતે પોલીસ ની છાપ લોકો મા અપ્રિય અને કડક હોય છે, પણ રાજપીપળા પો.સ્ટે ના ઇ.ચા. પો.સ.ઈ એમ.બી ચૌહાણ એ ભેદ ને મિટાવવા નો પ્રયાસ કરતા કોરોના ની ત્રીજી લહેર ને ધ્યાને લઈ લોકો માસ્ક પહેરી કોરોના ના સંક્રમણ થી બચે અને લોકો ના જાગૃતિ આવે એવા ઉમદા અભિગમ થી રાજપીપળા ના સ્ટે. રોડ અને મીની મંગલ બજાર તરીકે ઓળખાતા માર્કેટ મા પગપાળા ફરી ને માસ્ક વગર ના દુકાનદારો અને રસ્તે ચાલતા રાહદારીઓ ને ફ્રી મા માસ્ક આપ્યા હતા.

હાલ કોરોના ની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહયા છે, મહાનગરો મા રાત્રી કરફ્યુ પાછો ફર્યો છે, અને નવા વર્ષ ની વધામણી અને ઉજવણીને પણ સરકાર દ્વારા નિયંત્રિત કરાઈ છે. એટલે આવનારા દિવસો કેવા હશે એનો અંદાજ બાંધી શકાય છે. ત્યારે લોકો ફરીથી સભાન બને અને માસ્ક પહેરતા થાય અને બિનજરૂરી કાયદા નો ભંગ ના કરે અને માસ્ક પહેરી પોતાની અને બીજાઓ ના સ્વાસ્થ્ય ની સલામતી જાળવે એવા ઉમદા હેતુ થી રાજપીપળા પો.સ્ટે ના ઇન્ચા. પો.સ.ઈ મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા બજારો મા ફરી લોકો ને માસ્ક નું વિતરણ કરી જાગૃત કર્યા હતા. ખાખી નું માનવીય પાસું જોઈ ને લોકો એ સુખદ આશ્ચર્ય અનુભવ્યું હતું.


Share to

You may have missed