November 21, 2024

આણંદમાં ફોર્ટીફાઈડ ચોખાની વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું

Share to



(ડી.એન.એસ)આણંદ,તા.૩૦
આણંદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચાલી રહેલા સુશાસન સપ્તાહ નિમિત્તે ફોર્ટીફાઇડ ચોખામાંથી બનતી વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લાના તમામ તાલુકા દીઠ એક શાળામાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ તાલુકાની રણછોડજી નગરની કન્યા શાળા નંબર-૪ માં આંગણવાડીના લાભાર્થીઓને ફોર્ટીફાઇડ ચોખામાંથી મળતા પોષકતત્વો વિટામિન મ્-૧૨, આયર્ન વગેરે વિશે સમજ આપવામાં આવી હતી. ફોર્ટીફાઇડ ચોખામાંથી બનતી અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પુલાવ, ખીર અને ભાતનો ટેસ્ટ કરાવી વધુમાં વધુ લોકોમાં ફોર્ટીફાઇડ ચોખા અંગે જાગૃતિ આવે તે માટે સમજ આપી ફોર્ટીફાઇડ ચોખામાંથી બનાવેલા વાનગી વિશે લાભાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે આ ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારના ફોર્ટીફાઇડ ચોખાનો ઉપયોગ આંગણવાડીમાં આવતા ૩થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા પૂરક પોષણમાં કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર આઈસીડીએસ, પુરવઠા મામલતદાર (મધ્યાહન ભોજન યોજના), ગોડાઉન મેનેજર, બાળ વિકાસ યોજના અધિકારી, શાળાના આચાર્ય, એસએમસીના સભ્યો, મુખ્ય સેવિકા, એનએનએમ સ્ટાફ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.દેશમાં વર્ષે ૧૭.૭૬ લાખ જેટલા બાળકો અને મહિલાઓ કુપોષણનો શિકાર બને છે, જેના સંદર્ભમાં સરકાર દ્વારા કુપોષણને રોકવા અનેક પહેલ કરવામાં આવી રહી છે. જેમાં ફોર્ટીફાઇડ ચોખા રામબાણ ઈલાજ સમા છે. આ ચોખામાં કૃત્રિમ રીતે વિટામિન મ્-૧૨, આયર્ન જેવા પોષકતત્વો ઉમેરવામાં આવે છે. જેના અંતર્ગત આણંદમાં સુશાસન સપ્તાહ નિમિત્તે ફોર્ટીફાઇડ ચોખામાંથી બનતી વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ફોર્ટીફાઇડ ચોખામાંથી બનતી અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પુલાવ, ખીર અને ભાતનો ટેસ્ટ કરાવી લાભાર્થીઓના અભિપ્રાય લેવામાં આવ્યાં હતાં.


Share to

You may have missed