November 21, 2024

નેત્રંગ તાલુકા મા મેઘરાજા ની આનબાન સાથે શાહી સવારી આવી પહોચતા ચારે તરફ આનંદ છવાયો.

Share to


૪ કલાક મા પોણા ત્રણ ઇચ વરસાદ.


પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા, ૧૮ જુન,૨૦૨૧.

નેત્રંગ તાલુકા મા મેઘરાજા ની આનબાન સાથે શાહી સવારી આવી પહોચતા ચારે તરફ આનંદ છવાયો.
નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા ના આગમન ની ધટીઓ ગણાય રહી હતી, જેને લઇને નેત્રંગ ટાઉન મા ધરતી પુત્રો બિયારણ ખરીદી માટે તેમજ ગરીબ આદિવાસી પ્રજા પોતપોતાના લીંપણ વાળા ધરો ને વરસાદ થી બચાવવા માટે તાડપત્રી ખરીદી કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા ધરતી પુત્રો એ ભગવાન પર વિશ્વાસ અને શ્રદધા રાખી ધરતી પુત્રો પોત પોતાના ખેતરોમાં બિયારણ વાવણી કરી ને મેઘરાજા ના આગમન ની રાહ જોતા હતા. છેલ્લા કેટલાક દિવસો થી વાતાવરણ મા ભેજનું પ્રમાણ વધી જતા ભારે ઉકાળાટ અને બફારા થી લોકો હેરાનપરેશાન થઇ રહ્યા હતા, મેઘરાજા હાથ તાળી આપશે તેવા સંકેત જણાતા ધરતીપુત્રો ના માથે ચિતા ના વાદળો મંડાઇ રહયા હતા.
તેવા સંજોગોમાં તા ૧ જુન ના રોજ મેઘરાજા એ ધીમી ગતિએ તાલુકા ના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કયાઁ હતો. ત્યાર બાદ ૪ જુન, ૬ જુન,૧૬જુન, ૧૭ જુન બાદ આજે ૧૮ જુન ના રોજ મેઘરાજા એ પોતાની શાહી સવારી આનબાન સાથે તાલુકા ભરમાં પધરામણી કરતા ગામેગામ આનંદ છવાઈ ગયો છે.
મામલતદાર કચેરી નેત્રંગ ખાતે નોંધાયેલ વરસાદ ના આંકડા મુજબ આજે તા ૧૮ જુન ના રોજ બપોર ના ૧૨ વાગ્યા થી લઇને સાંજ ના ૪ વાગ્યા સુધી મા ૬૮ એમ, એમ એટલેકે માત્ર ચાર કલાક ના સમય ગાળા મા પોણા ત્રણ ઇચ વરસાદ નોંધ્યો છે.
૧ જુન ૨૦૨૧ થી લઇને તા, ૧૮ જુન ૨૦૨૧ ના રોજ સાંજ ના ૪ વાગ્યા સુધી મા ચાલુ ચોમાસા ની સિઝન નો મોસમનો કુલ વરસાદ ૧૪૨ એમ, એમ, નોધાયો છે. એટલે કે પોણા છ ઇચ વરસાદ નોંધ્યો છે.
જે ચાલુ ચોમાસા ની સિઝન દરમિયાન ભરૂચ જિલ્લા મા આજની તારીખ માં સૌથી વધુ વરસાદ છે.
વરસાદ ને લઇને ચારે તરફ ઠંડક પસરી જતા લોકોએ બફારા થી તેમજ ઉકળાટ થી રાહત અનુભવી છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed