November 22, 2024

સાગબારા પોલીસે ક્રેટા ગાડી નો પીછો કરી લાખો રૂપિયા નો દારૂ પકડી પાડ્યો

Share to


સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પુરી થયા બાદ બાદ 31 ડિસેમ્બર આવતા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર માંથી મોટા પાયે ગેરકાયદે દારૂ ની તસ્કરી ને રોકવા ઉપરી પોલીસ ઉચ્ચ અધિકારી ઓ ના આદેશો

ઈકરામ મલેક (રાજપીપળા)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પુરી થયાં બાદ નાતાલ અને 31 ડીસેમ્બર આવતા દારૂના શોખીનો ફાર્મ હાઉસો માં અને ઘરો માં દારૂની મહેફિલ જમાવતા હોય ઉજવણી કરતા હોય દારૂની ખાસ માંગ રહેતી હોય છે ત્યારે ગત તારીખ 25 ડિસેમ્બર 2021 ના રોજ શાગબારા પોલીસના સબ ઇન્સ્પેકટર કે.એલ ગલચર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે સામેથી આવી રહેલી ક્રેટા ગાડી જેનો નંબર જીજે 16 બી.એન 9800 શંકાસ્પદ લાગતા તેને પોલીસના માણસો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કારચાલકે કાર રોકવા ને બદલે પુરઝડપે હંકારી દીધી હતી ત્યારે પોલીસે તેને ફિલ્મી ઢબે પીછો કરી ધનશેરા ગામ તરફ ભાગી રહેલી ક્રેટા કાર નો પીછો પકડ્યો હતો.

ત્યારે પોલીસને પાછળ પડેલી જોઈ ગભરાઈ ગયેલા બુટલેગર એ કારને અધવચ્ચે મૂકી નાસી છૂટયો હતો. પોલીસે કાર ને કરી કોર્ડન કરી ઝડતી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિસકી ના પાઉચ જેની કિંમત રૂપિયા એક લાખ 32 હજાર તથા બીયરના ટીન 96 જેની કિંમત 9600 મળી કુલ 1041,600/- નો ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો, અને કારની કિંમત રૂપિયા 500000 સાથે 6,41,600/- નો કુલ મુદ્દામાલ કબજે કરાયો હતો. અને ફરાર થઇ ગયેલા બુટલેગર ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.


Share to