ડી એન એસ ન્યૂઝ / 20-12-21 ભરૂચ
પ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા
ઝગડીયા તાલુકાના તેજપોર ગામે આજરોજ બપોર ના સમય દરમિયાન તેજપોર ગામના દશરથભાઈ ચંદુભાઈ વસાવા બકરી તથા તેઓ ના ઢોર ઢાકર લઈ તેજપોર અને આંબાખાડી વચ્ચે આવેલ ડુંગર પાસે ચરાવા માટે ગયા હતા અચાનક તેઓ ના બકરા ઉપર દીપડા દ્વારા હુમલો કરતા એકા એક બકરાં બુમરાડ મચાવી દેતા દશરથભાઈ તથા અન્ય સાથીઓ દોડી જતા જોયું તો દીપડા દ્વારા એક બકરી ઉપર હુમલો કરાયો હતો જેનું ઘટના સ્થળે જ મોત થયું હતું તો દીપડા દ્વારા બીજી બકરી ને પગ ના ભાગે પકડી લેતા તેને પણ ઇજા થઈ હતી. જોકે દશરથભાઈ તથા અન્ય સાથે આવેલ લોકો દોડી જઈ દીપડા ને ભગાવવાનો પ્રયાસ કરતા દીપડો ત્યાંથી પલાયણ થઈ ગયો હતો જેથી અન્ય પશુઓ દીપડા ના હુમલા થી બચી ગયા હતા…. ત્યારે એક બકરી પર ગળાના ભાગ પર દીપડા દ્વારા જીવલેણ હુમલો કરતા એક બકરી નું મરણ થયું હતું….
અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના તેજપોર, કપાટ, આંબાખાડી જેવા વિસ્તાર માં જંગલ વિસ્તાર હોવાના કારણે વન્ય પ્રાણીઓ આવા પશુ ઓ પર હુમલો કરવાના બનાવો બનતા હોઈ છે પરંતુ તેજપોર ગામના લોકો દ્વવારા ચર્ચાઈ રહ્યું છે કે છે કે કેટલીક વાર તેઓ ના રહેણાંક વિસ્તાર માં પણ દીપડા જેવા વન્ય પ્રાણીઓ તેઓ ના ઘર સુધી આવી જતા હોઈ છે અને ઘર ની બહાર બાંધેલા ઢોર પર હુમલો કરતા હોઈ છે ત્યારે સ્થાનિકો ને પણ હવે પોતાના પશુઓ ને ચરામણ માટે સિમ માં લઈ જતા પશુઓ સાથે સાથે તેઓ ના જીવ પર પણ જોખમ ઉભું થયેલ છે…
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.